તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કેશાેદ રેલવે ફાટક પર ભારે વાહનાે રાેકવા લાેખંડના ગર્ડર લગાવવા માંગ

કેશાેદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાહન અથડાવ્યાં બાદ ગર્ડર ચાેરી થઇ જાય છે
 • અઠવાડિયામાં ફરી ગર્ડર લગાવીશું : આર એન્ડ બી

કેશાેદના ચારચાેક રેલવે ફાટક પર ટ્રાફીક જામ થતાે અટકાવવા ભારે વાહનાેને પ્રવેશબંધી ફરમાવી આરએન્ડબી વિભાગ દ્વારા માેટા વાહનાેની અવરજવર રાેકવા લાેખંડના હેવી ગડર લગાવવામાં આવ્યાંં છે. સમયાંતરે અજાણ્યાં વાહન ચાલકાે પાેતાના વાહનાેને ગડર સાથે અથડાવીને નુકશાન કરે છે. જે ગડર ફરી તાત્કાલીક લગાવવામાં ન આવતાં તે ગુમ થઇ જાય છે.

હાલ અવરજવરના બંન્ને રસ્તા પર સામસામે એક-એક ગડર ગાયબ થઇ ગયા છે. જેના કારણે ભારે વાહનાે રાેંગ સાઇડમાં પસાર થતાં માેટાે ટ્રાફીક જામ સર્જાઈ છે. આ અંગે અનેક વખત રજૂઆત છતાં ફરી ગડર ન લગાવાતાં ન ટ્રાફીક જામ સહિત વાહન ચાલકાેમાં અરસ પરસ ઝઘડાઓ થાય છે. નાયબ ઇજનેરના કહેવા મુજબ જાે ગડર ચાેરી થતાં હાેય તાે તેમની વિરૂધ્ધ આરએન્ડબી વિભાગે પાેલીસ ફરીયાદ કરવી જાેઇએ.

હવે પ્રશાસન કહે કે ન કહે પરંતુ આસપાસના લાેકાેએ તાે એ પણ જણાવ્યું કે ભારે વાહન ચાલકાે આ રસ્તેથી ધરાર પસાર થવા વાહનાેને ગડર સાથે અથડાવી સત્યાનાશ કરે છે. જેની પાેલીસ ફરીયાદ થાય તાે આવા વાહન ચાલકાેેની સાન ઢેંકાણે આવે અને તાે જ નાના વાહન ચાલકાે માટે સમસ્યા હળવી બને. આ બાબતે પુર્વ તરફના લાેકાેમાં રાેષ જાેવા મળ્યાે હતાે.

ગર્ડર લોકો ચોરી જાય છે
આ અંગે રાજકીય આગેવાન રમેશભાઇ ભાેપાળાએ આરએન્ડબી વિભાગના ઇન્ચાર્જ નાયબ ઇજનેર ભાસ્કરભાઇ સાથે ફાેન પર વાત કરતાં તેમણે ભારે વાહનાેના અથડાવા થી ગડર નીચે લટકી જવા કે પડી જવા જેવા બનાવ બને છે જે ગડરની અજાણ્યા લાેકાે ચાેરી જાય છે. અઠવાડિયામાં આ ગડર ફરી લગાવી દઇશું તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો