રજૂઆત:રવિ પાકને માવઠાથી આવતા રોગથી બચાવવા 5 ગામ વચ્ચે પ્રયોગશાળાનું નિર્માણ કરવા માંગ

કેશોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિશ્ર ઋતુમાં પાકની સલામતીને લઈ માટી, છોડ, રોગનું પરીક્ષણ જ એકમાત્ર ઉપાય

કેશોદ પંથકમાં થોડા દિવસ વરસાદ માહોલ જોવા મળ્યો હતો. જો કે, માત્ર છાટાં જ પડ્યા હતા. આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં શુક્રવારે બપોર બાદ અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. જેથી શીયાળુ પાકને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી મીશ્ર ઋતુ જોવા મળી રહી હોય. જેથી વિવિધ રવિ પાકોમાં સુકારો, ફુગ જેવા રોગો આવી શકે છે.

ત્યારે જ આ માવઠાથી પાકને બચાવવા માટે વૈજ્ઞાનિક ધોરણે આગળ વધવું જરૂરી છે. જેના માટે જમીનમાં થતા ફેર‌ફાર અને છોડમાં આવતા રોગની પૂર્વ જાણકારી મળી રહે તો ક્યા સમયે કઈ દવા અને ખાતરનો છંટકાવ કરવો તે અંગે ખેડૂતો વાકેફ થઈ શકે છે.

હાલ જિલ્લાકક્ષાએ જ પ્રયોગ શાળા હોય અને સ્ટાફની પણ ઘટ હોય જેથી ખેડૂતો જમીનની ગુણવંતાનાં પરીક્ષણથી દૂર રહે છે. જેથી 5 ગામનું જુથ બનાવી પ્રયોગ શાળા શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

કૃષિતજજ્ઞોની નિમણૂંક કરો

આ અંગે કેવદ્રાનાં ભરતભાઈ લાડાણીએ કહ્યું હતું કે, 4 કે 5 ગામ વચ્ચે ખેતીની પ્રયોગશાળા શરૂ કરવામાં આવે તેમજ તેમા કૃષિતજજ્ઞોની નિમણૂંક કરાઈ તો રવિ પાકને બચાવવા માટે નિરાકરણ લાવી શકાય તેમ છે.

ખેડૂતોમાં જમીન પરીક્ષણનું પ્રમાણ ઓછું છે
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ કેશોદ તાલુકામાંથી દર વર્ષે માત્ર 225 થી 250 ખેડૂતો જ માટીનું પરીક્ષણ કરાવવા માટે જાય છે.

અન્ય સમાચારો પણ છે...