રજૂઆત:કેશોદ-કણેરી રોડને ચોમાસા બાદ રીકાર્પેટ કરવા ઉઠી માંગ

કેશોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કામચલાઉ રોડની મરામત્ત કરવા રાજકિય આગેવાનોનું સુચન

કેશોદ તાલુકામાં સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રોડનુું આયુષ્ય પુરૂ થયું છે એવા મંજુર કરાયેલા રોડને રીકાર્પેટ કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે કોંગ્રેસ જીલ્લા પંચાયત સભ્ય સહિત રાજકિય આગેવાનોએ ઇન્ચાર્જ ડે. કાર્યપાલક ઇજનેરની મુલાકાત લઇ નવા રીકાર્પેટ કરવામાં આવતાં રોડ રસ્તાં અંગે જરૂરી સુચનો અને રજૂઆતો કરી હતી.

મળતી વિગતો મુજબ, કેશોદથી કણેરી તરફ જતાં પેવર રોડને નવો બન્યાને 7 વર્ષ પુર્ણ થઇ ચૂક્યા છે. હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ રીકાર્પેટ કરવા મંજૂરી, એજન્સી સહિતની કાર્યવાહી પૂરી કરી દેવામાં આવી છે. થોડા જ સમયમાં આ રોડ બનાવવા કામગિરી હાથ ધરાશે. ત્યારે અજાબ બેઠકના કોંગ્રેસના જીલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, ડાયાભાઇ દેસાઇ તેમજ પ્રફૂલભાઇ કમાણી દ્વારા આ રોડનું લાંબુ આયુષ્ય જળવાઇ રહે તે માટે ચોમાસા બાદ કામ હાથ ધરાય એવી રજૂઆત કરી હતી. અને હાલ ખાડા પૂરવા જેવી મરમત્ત કાર્યવાહી કરવા સુચન કર્યું હતુું. ઉપરાંત શેરગઢ જવા રસ્તામાં આવતાં નબળા પુલનું કામ ઝડપથી હાથ ધરવું તેમજ મેંદરડા, સમઢિયાળા જવા નવા બનતાં રોડ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...