યોગદાન:કેશોદ શહેરમાં ગોદાવરીબેન કન્યા પ્રાથમિક શાળામાં નવનિર્મીત સભાખંડનું લોકાર્પણ

કેશાેદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાતા ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા. - Divya Bhaskar
દાતા ઓનલાઈન લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
  • આફ્રિકા સ્થિત પરિવારનાં આર્થિક સહયોગથી નિર્માણ કરવામાં આવ્યું હતું

કેશોદમાં વર્ષોજુની ગોદાવરીબેન પ્રાથમિક શાળામાં આફ્રિકા સ્થિત એક પરિવારનાં સહયોગથી નિર્માણ પામેલ સભાખંડનું લોકાર્પણ દાતાનાં સગા-સબંધીઓના હસ્તે કરાયું હતું. કેશાેદમાં સન 1952 માં ગાેદાવરીબેન જીવરાજભાઇ નથવાણી કન્યા પ્રા. શાળા માત્રને માત્ર દીકરીઓને શિક્ષણ આપવાના હેતું માટે નિર્માણ પામી હતી. જેમાં સાૈથી વધુ આર્થીક નબળી પરિસ્થીતી વાળા મા બાપની દીકરીઓએ અભ્યાસ કર્યાે છે જે તે સમયે ગાેદાવરીબેનનું આ શાળા માટે માેટું આર્થીક યાેગદાન રહ્યું હતું ત્યારબાદ આ પરીવારે આર્થિક સહયાેગ આપવા સીલસીલાે ચાલું રાખ્યાે હતાે.

હાલ આફ્રીકાના નૈરાેબી સ્થિત ગાેદાવરીબેનના દીકરા જયંતીભાઇ નથવાણી કે જેમની 85 વર્ષની ઉંમર હાેય તેમણે માતાની યાદમાં આ સ્કુલની 2 વર્ષ પહેલાં મુલાકાત લીધી હતી અને શાળા શિક્ષકાે સાથે લાંબી ગાેષ્ઠી બાદ વિદ્યાર્થીઓ માટે માતાના નામથી સભાખંડના નિર્માણ માટે આર્થીક યાેગદાન આપવા સંકલ્પ કર્યાે હતાે. જે સંકલ્પ ફળીભૂત થતાં ગાૈદાવરીબેનના દિકરા જયંતીભાઇ નથવાણીના તા 4 જુલાઇ 2020 ના જન્મ દિવસે તૈયાર થયેલા સભાખંડનું લાેકાર્પણ કાર્યક્રમ યાેજાયો હતાે. જેમાં કાેવિડ 19 સબંધિત સરકારી પાબંદીઓનું સંપુર્ણ પાલન કરી સભાનું આયાેજન કરવામાં આવ્યું હતું જેમાં નિશિતભાઇ રાડિયા અને પંકજભાઇ કાનાબાર હાજર રહ્યા હતાં જયારે શિક્ષણ વિભાગના સહકારના ભાગરૂપે ટીપીઓ રવજીભાઇ ચાવડા તેમજ બીઆરસી કાેર્ડીનેટર નારણભાઇ ગલ હાજર રહ્યા હતાં. આ સાથે પ્રાથમિક શાળાનાં સભાખંડનું રીબીન કાપી લાેકાર્પણ થયું.

શાળામાં ડ્રેસ માટે 90 હજાર આપ્યા હતાં 
છાત્રાઓને અભ્યાસ સમયે પડતી મુશ્કેલીઓ ધ્યાને આવી કે શાળાના શિક્ષકાેએ રજૂઆત કરી તેવા સમયે આર્થીક યાેગદાન આપ્યું તાજેતરમાં એક વિદ્યાર્થી દીઠ 2 સ્કુલ ડ્રેસ માટે 90 હજાર જેવી રાેકડ દાન કરી હતી.

અન્ય સમાચારો પણ છે...