સેવા:કેશોદ પાલિકાએ નિશુલ્ક સેવા આપતી શબવાહીનીનું લોકાર્પણ

કેશોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુની એમ્બ્યુલન્સમાં 1.65 લાખનો ખર્ચ કરી તૈયાર કરાઈ

કેશોદ પાલિકા દ્વારા શબ વાહિનીનું રાજ્યકક્ષાનાં મંત્રી દેવાભાઈ માલમ દ્વારા લોકાર્પણ કરાયું હતું.કેશોદ શહેરમાં કોઈ પરિવારનાં સ્વજનનું આક્સમીક નિધન થાય તો સ્વજનોએ મૃતદેહને ઘરે લઈ જવા માટે ખાનગી વાહન ભાડે કરવું પડતું હોય છે. જે આર્થિક રીતે નબળા લોકોને પરવડતું નથી. ત્યારે વર્ષોથી શહેરમાં એક શબવાહીની હોવી જોઈએ એવી લોક માંગ હતી. જેને લઈ પાલિકાએ 1.65 લાખનાં ઓછા ખર્ચે જૂની એમ્બ્યુલન્સને રીપેર કરી નવી શબવાહીની તૈયાર કરી જેનું લોકાર્પણ કરાયું હતું. આ શબવાહીનીથી શહેર ઉપરાંત આસપાસનાં ગામડાના લોકોને લાભ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...