રાહત:કેશાેદ કાેવિડ કેર સેન્ટરમાં દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડાે, બંધ કરવા નિર્ણય

કેશોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30મેના રાેજ તમામ સ્ટાફનુું સન્માન, તા 31મેના રાેજ શાંતિયજ્ઞ યાજાશે

કેશોદ કોવિડ કેર સેન્ટર ચાલું થયાંને 35 દિવસ થયાં છે. છેલ્લાં દિવસોમાં આ સેન્ટર ખાતે કોરોનાની સારવાર લેવાં આવતાં દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી આ સેન્ટરના સંચાલકોએ કોવિડ કેર સેન્ટરને આગામી તા.30મે,ના રોજ બંધ કરવા નિર્ણય લીધો છે.

પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકોએ આજ દિન સુધી આ સેન્ટરમાં સેવા બજાવતાં ડોક્ટરો, મેડીકલ સ્ટાફ, સફાઇ કામદારો, ઓફીસબાેય, હેલ્પડેસ્ક, કાર્યાલય સંભાળનારા તમામનું છેલ્લાં દિવસે પ્રમાણપત્ર આપી સન્માન કાર્યક્રમ યોજવાનું નક્કી કરાયું છે. જ્યારે તા 31મેના રોજ આ કોવિડ કેરમાં સાજા થયેલાં તમામ દર્દીઓનેે ઇશ્વર લાંબુ અને સુખમય આયુષ્ય બક્ષે તેમજ સમગ્ર ધરતી પર કોરોના મહામારી વિદાય લે તે માટે શાંતિયજ્ઞ યોજવા નિર્ણય લીધો છે.

કેટલા દર્દીઓને લાભ ?
આ કાેવિડ કેર સેન્ટરમાં સારવાર દરમિયાન 9 દર્દીઓના માેત, 33 ને રીફર કરવામાં આવ્યાં, 294 દર્દીઓ સાજા થયાં, 60 થી વધુ દર્દીઓને જગ્યા ન મળતાં ઇમરજન્સી પ્રાથમીક સારવાર આપવામાં આમ કુલ 354 દર્દીઓએ લાભ લીધાેે.

અન્ય સમાચારો પણ છે...