કેશોદ ના બામણાસા ઘેડ ગામે પાડોદર અને મુળીયાસા જતાં રસ્તાં ની ચોકડી નજીક આવેલ તળાવમાંથી ખમીદાણા ગામના ગુમ થયેલાં યુવાનનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બે દિવસ અગાઉ આ તળાવ નજીક દારૂનું વેંચાણ કરતાં એક શખ્સને દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. તે શખ્સ અને મરણ જનાર બંને સાથે હોય દારૂની ફરિયાદવાળું સ્થળ અને મૃતદેહ મળી આવ્યો તે તળાવ નજીક હોય મરણ જનાર ના પરિવારે યુવક સાથે કાંઈક અઘટિત બન્યાં ની શંકા વ્યક્ત કરતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
અને મૃતદેહ ને પેનલ પીએમ માટે જામનગર મોકલી આપવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગત મુજબ બામણાસા ગામે મુળીયાસા અને પાડોદર ચોકડી ખાતે બે દિવસ અગાઉ દારૂ ઝડપાતાં રવજી પુંજાભાઈ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીએ તેમની સાથે ખમીદાણાનો હિરલ ઉર્ફે ભાવેશ દિપકભાઈ ગોંડલિયા હોવાનું જણાવ્યું હતું પરંતુ તે પકડાવાની બીકે ભાગી ગયો હોય તેમનો કોઈ અતોપતો લાગ્યો ન હતો. આથી પરિવારે શોધખોળ આદરી હતી.
જેમાં તળાવ નજીક મોબાઇલ મળી આવતાં યુવક સાથે કાંઈક અજુગતું બન્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી.. આ ઘટના ના બે દિવસ બાદ હિરલ ઉર્ફે ભાવેશ નો મૃતદેહ તળાવમાં તરતો મળી આવ્યો હતો. મૃતકના પરિવાર દ્વારા આ ઘટનામાં મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરતાં મૃતદેહ ને પેનલ પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. યુવકનાં મોતથી પરિવારમાં માતમ છવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.