છેતરપિંડી:ટેક્સ્ટ મેસેજથી UPI લિંક મોકલતાં સાયબર ફ્રોડ કરનારાઓએ બેંક ખાતામાંથી 41,300 ઉપાડી લીધા

કેશોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેશોદમાં એનઆરઆઇ યુવકે ક્રેડિટ કાર્ડ ડીલીવરી મેળવવા કુરિઅર ટ્રેક કરવા ફોન કરતાં ઘટના બની
  • એડ્રેસ​​​​​​​ અન્ય સ્થળનું હોઇ સહેલાઇથી મેળવવા બ્લુ ડર્ટ કુરિયર ટ્રેક કરવા સાઇટ પરથી નંબર મેળવ્યો 'તો

કેશોદ ખાતે પરીવારને મળવા આવેલાં એનઆરઆઇ યુવકે તેમના બેંક ખાતામાંથી તેની જાણ બહાર તબક્કાવાર 41,300 જેવી રકમ ઉપડી જતાં સાયબર ફ્રોડ થયાની પોલીસમાં અરજી આપી છે. સ્થાનિક પોલીસે અરજી આધારે જિલ્લા સાપબર ક્રાઇમ સેલ ને જાણ કરતાં તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ વિપુલભાઈ મગનભાઈ પરમાર આફ્રિકા રહેતાં હોય પરીવારને મળવા આવ્યાં હતાં અને તેણે આર્થિક વહીવટી માટે એચડીએફસી બેંકનું કેડ્રીટ કાર્ડ કઢાવ્યું હતું.

જેની કુરિઅર મારફત ડિલિવરી થવાની હતી. તેનું એડ્રેસ અન્ય સ્થળનું હોય સહેલાઇથી મેળવવા બ્લુ ડર્ટ કુરિઅર ટ્રેક કરવા સાઇટ પરથી નંબર મેળવ્યો હતો. જે નંબર પર સામેવાળા સાથે વાતચીત કરી હતી. જેમાં સામેવાળાએ યુવકને રકમ એપ્લીકેશન મારફત મોકલવા જણાવ્યું હતું જે ન મોકલવા યુવકે ફેક નંબર નાખ્યાં હતાં. પરંતુ સામેવાળાએ ટેકસ્ટ મેસેજ મારફત યુવકને મળેલી યુપીઆઇ લીંક મેળવી લીધી હતી.

જે લીંક મોકલતાં યુવકનાં બેંક ખાતામાંથી તબક્કાવાર 41, 300 જેવી રકમ ઉપડી ગઈ હતી. યુવકને પોતાની જાણ બહાર રકમ ઉપડી ગયાની મેસેજ મળતાં તેણે બેંક ને ફરીયાદ કરી એકાઉન્ટ સ્થગિત કરાવ્યું હતું અને તાત્કાલિક પોલીસમાં લેખિત ફરીયાદ આપી હતી. યુવક સાથે બનેલી સાઈબર ફ્રોડ ની ઘટના તાજી હોય યુવકને ન્યાય મળશે તેવો વિશ્વાસ હોય પોલીસ સ્ટેશન પીઆઇ બી. બી. કોલીએ તાત્કાલિક જિલ્લા સાઈબર ક્રાઇમ સેલને મેઈલ કરી જાણ કરી હતી. આ ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...