કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ દ્વારા કોરોના મહામારી ની સારવાર ના પૂર્વ તૈયારીના ભાગરૂપે 10 વોર્ડ તૈયાર કરવામાં આવ્યાં છે. જયાં ઓકિસજન, આરોગ્ય સાધન સામગ્રી તૈયાર રખાઈ છે . જેની સ્થાનિક ડોક્ટરોની હાજરી વચ્ચે મોકડ્રીલ યોજાઈ હતી એવી જ રીતે અર્બન અને ગ્રામ્ય લેવલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફાળવવામાં આવેલ ઓકિસજન કોન્સન્ટ્રેટ મશીનની ચકાસણી અને દવાનો પુરતો સ્ટોક અંગે વિગતો મેળવાઈ હતી .
જિલ્લા તંત્ર દ્વારા કોરોના મહામારી પહોંચી વળવા પૂર્વ તૈયારી માટે જરૂરી સાધન સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો જળવાઈ તે જે તે આરોગ્ય કેન્દ્ર ને જરૂરિયાત ઉભી થતાં મળી રહે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે છતાં ગ્રામ્ય લેવલે વહિવટદાર અને સરપંચોએ કહ્યું હતું કે કોરોના તકેદારી અને સારવાર અંગે હજુ સુધી કોઈ લેખિત જાણકારી મળી નથી.
જયારે શહેર અને ગ્રામ્ય આરોગ્ય કેન્દ્ર પર એન્ટીજન કીટ પુરતાં પ્રમાણમાં છે પણ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં આરટી-પીસીઆર લેબ એકસ્પર્ટ કર્મચારી હાજર ન હોય તે વાંકે બંધ છે હાલ તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્ર પરથી 60 થી લઈ 70 આરટી-પીસીઆર માટે સેમ્પલ જુનાગઢ મોકલવામાં આવે છે. જો લહેર ઝડપી બને તો રિપોર્ટ મોડો આવતાં કોરોના ફેલાવો ઝડપી બને તે માટે આરટી-પીસીઆર લેબ ફરી શરૂ થાય તે ખુબ જરૂરી છે.
આઇસોલેશન અને સારવાર
કેશોદ ગ્રામ્ય લેવલે કોરોના બીજ વેવ સમયે આઇસોલેશન ઉભા કરવામાં આવ્યાં હતાં. હાલ આ બાબતે સરકારે કોઈ ગંભીરતાં લીધી નથી. તેમ છતાં સારવાર માટે કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 10 બેડ ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તમામ સારવાર સાધન સામગ્રી, ઓક્સિજન, દવાઓ તૈયાર રાખવામાં આવ્યાં છે.
પૂરતાં પ્રમાણમાં આરોગ્ય સેવા ઉપલબ્ધ
કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ગ્રામ્ય લેવલે ડોક્ટરો સાથે વાત કરતાં તેમને સરકાર દ્વારા આપવામાં આવેલ ઓકિસજન કોન્સન્ટ્રેટ મોકડ્રીલ યોજવી, એન્ટીજન કીટ સહિત પુરતાં પ્રમાણમાં દવાનો જથ્થો હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.