કોરોના અપડેટ:કેશોદની મેસવાણ શાળાના 3 છાત્રોને કોરોના પોઝિટીવ

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં 11 થી 16 ઓક્ટો. સુધી રજા જાહેર કરાઇ

કેશોદ તાલુકાની મેસવાણ પે સેન્ટર શાળામાં ભણતા 3 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ આવતાં તા. 11 થી 16 ઓક્ટો. દરમ્યાન શાળામાં રજા જાહેર કરાઇ છે. આ અંગે ડીડીઓ મીરાંત પરીખે કેશોદ ટીડીઓને વિવિધ સુચના આપી છે. જે મુજબ ત્રણેય વિદ્યાર્થીઓને જરૂરી સારવાર અને આરોગ્ય વિભાગ દ્વારા નિયમીત ચકાસણી અને હોમ આઇસોલેટ કરવા જણાવાયુ છે. જો તેમને ઘેર અપૂરતી સુવિધા હોય તો સ્થાનિક આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવા આદેશ કરાયો છે.

તકેદારીના પગલાં રૂપે આ ત્રણેયના વાલીઓને ઘેર અલગ રૂમમાં વિદ્યાર્થીને આઇસોલેટ કરવા જણાવવા સાથે તેઓ માસ્ક પહેરે અને વારંવાર હાથ સેનેટાઇઝ કરે એવી સુચના પણ આપી છે. ત્રણેયના ઘરના સભ્યોને પણ માસ્ક પહેરવા હાથ વારંવાર સેનેટાઇઝ કરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સાથે સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં તેમની સારવાર લેવા અને જરૂર જણાય તો સ્થાનીક આઇસોલેશન સેન્ટરમાં આઇસોલેટ થવા પણ જણાવાયું છે. તો આ વિદ્યાર્થીઓના સીધા સંપર્કમાં આવેલા બીજા વિદ્યાર્થીઓના વાલીએ પણ પીએચસીમાં રીપોર્ટ કરવા જણાવવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...