આદેશ:ખેડૂતને 6 ટકા વ્યાજ સાથે રૂપિયા 1,62,460 ચૂકવવા વીજ કંપનીને ગ્રાહક ફોરમનો આદેશ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદના અગતરાય ગામે વીજપોલમાંથી તણખા ઝરતાં ઘઉંનો પાક સળગ્યો હતો
  • જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં ફરિયાદ કરી વળતરની માંગ કરી હતી

કેશોદના અગતરાય ગામના ખેડૂતના ખેતરમાં બે વર્ષ પહેલા પીજીવીસીએલના વીજપોલમાંથી તિખારા જરતાં આગ લાગી હતી. જેના કારણે ખેતરમાં ઉભો ઘઉંનો તૈયાર મોલ બળીને ખાખા થયો હતો. જેમાં ગ્રાહક સુક્ષાએ પીજીવીસીએલને રૂ. 1,62,460 ચુકવવા આદેશ કર્યો છેે.કેશોદના અગતરાય ગામના ખેડૂત ધીરજલાલ ગોપાલભાઈ ઘોડાસરાના ખેતરમાં વીજ લાઇનમાં તિખારા જરતાં આગ લાગી હતી. જેથી ઘઉંનો પાક બળીને ખાખ થયો હતો. આથી ખેડૂતે કેશોદ પીજીવીસીએલ કચેરી પાસે વળતરની માંગ કરી હતી.

જેથી કચેરીએ પોતાનો લુલો બચાવ કરી ફરિયાદીના ખેતરમાં એકપણ વીજપોલ ન હોય આગ બાજુના ખેતરમાં લાગી પછી જ ફરિયાદીના ખેતરમાં પ્રસરી હોય વળતર ન ચુકવવા જણાવ્યુ હતી. ખેડૂતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન વંથલીના એડવોકેટ સમા બ્રધર્સ એડવોકેટ ઇબ્રાહીમ.એ.સમા મારફતે જીલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પીજીવીસીએલ વિરૂધ વળતર ચૂકવવા ફરિયાદ કરી હતી. કોર્ટે રજૂ કરેલાં ઉચ્ચ અદાલતોના ચૂકાદાઓ, તેમજ દસ્તાવેજો રજૂ કરી ધારદાર દલીલો કરતાંં ગ્રાહક તકરાર કોર્ટે ફરિયાદીની વાત માન્ય રાખી હુકમ કર્યો હતો. જેમાં પીજીવીસીએલને જવાબદાર ગણી રૂ.1,62,460 અને હુકમ તારીખ સુધીનું 6 ટકા વ્યાજ ચુકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...