કાર્યકરો વચ્ચે બોલાચાલી:કોંગ્રેસે દુકાનો બંધ કરવી ભાજપે ફરી ખોલાવી

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો

કેશોદ કોંગ્રેસ દ્વારા એક દિવસ અગાઉ બેરોજગારી અને મોંધવારી મુદ્દે શનિવારના દિવસે બપોરના 12 કલાક સુધી ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં વહેલી સવારે દુકાન ખોલતાં વેપારીઓને વિનંતી કરાતાં તેમના દ્વારા દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. પાછળ થી ભાજપના આગેવાન કાર્યકરો આંબાવાડી બજારમાં હોય તેઓ દુકાન ખોલાવી રહ્યાં છે તેવી માહિતી મળતાં કોંગ્રેસ કાર્યકરો ત્યાં પહોંચ્યાં હતાં અને ભાજપના કાર્યકરો ને જણાવ્યું કે વેપારીઓને દુકાનો કેમ ખોલાવો છે ત્યારે ભાજપ ના કાર્યકરોએ અમે તો ફરવા નીકળ્યાં છે તેમ જણાવ્યું હતું ત્યારે બંને રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું.

જેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. જેને લઈ ભાજપના કાર્યકરોની અટકાયત ન કરાતાં કોંગેસે વિરોધ કર્યો હતો. અને સરકાર વિરોધી નારાઓ લગાવ્યાં હતાં. એક તબક્કે વેપારીઓ દુકાન ખુલી રાખવી કે બંધ રાખવી તેની મુંજવણ અનુભવતા હતાં ત્યારે એક વેપારીએ અમારા પ્રમુખ દ્વારા દુકાનો બંધ રાખવાનું કહ્યું છે તેથી પોતે દુકાન બંધ કરે છે તેમ જણાવ્યું હતું આમ કોંગ્રેસના બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

ટ્રેન શરૂ કરવા મુદ્દે મનદુઃખ ચાલે છે
સોમનાથ- બાંદ્રા ટ્રેન શરૂ કરવા જે તે સમયે બંધ એલાન ને લઈ સત્તા પક્ષ અને કાપડ બજારના વેપારીઓ વચ્ચે મનદુઃખ ચાલ્યું આવે છે. જેમાં સત્તાપક્ષે કાપડના એક વેપારી પાસેથી સંગઠનમાંથી ઉપપ્રમુખ તરીકે રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું છે. જેને લઈ બંને મુદ્દા ઉપર વેપારીઓ દુકાનો બંધ કરવાની તરફેણમાં હતાં પરંતુ પાછળથી દુકાનો ખોલવા રાજકીય દબાણ લાવવામાં આવતાં ઘર્ષણ થયાનું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...