ગ્રામ પંચાયત ચૂંટણી મામલો:ચૂંટણી નિરીક્ષક સોમનાથ ફરવા જતાં રહ્યાંના કેસમાં પુરાવા સાથે ફરીયાદ

કેશોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલું ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ચૂંટણી અધિકારીની બેદરકારી સામે આવી હતી

તાજેતરમાં જુનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાણી હતી. જેમાં ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી નિરીક્ષક તરીકે એ. બી. પટેલ ની નિમણુંક કરવામાં આવી હતી. આ અધિકારી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન ફરજ સ્થળ છોડી જિલ્લા બહાર સરકારી ખર્ચે સોમનાથ ફરવા નીકળી ગયા હતાં જે અંગે અલ્પેશભાઈ સી. ત્રાંબડિયાએ જિલ્લા અને રાજ્ય ચૂંટણી આયોગમાં તેમના વિરૂદ્ધ ફરીયાદ કરી હતી. આ ફરીયાદને 4 મહિના જેવો સમય વિત્યો હોવા છતાં સરકાર દ્વારા ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારી વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ કર્યો હતો.

આ અંગે તપાસ આગળ વધે તે માટે અરજદારે અધિકારીઓ સાથે ફોન અને વોટ્સએપ પર વાત કરવા પ્રયત્ન કર્યો હતો જેમાં તેમણે અધિકારીઓ એકબીજાને ખો આપતાં હોય તેવો વર્તાવ થયો હોવાનું જણાવ્યું હતું. જો કે અરજદારે લેખિત ફરીયાદ અને પુરાવાઓ રજુ કર્યા હોય અધિકારી વિરૂદ્ધ સરકારે કાર્યવાહી કરવી પડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ સમગ્ર ઘટનામાં પુરાવાઓ આપેલ હોવા છતાં ફરિયાદ ભટકાવવા ફરી પુરાવાઓ માંગવામાં આવતાં અરજદારે કોર્ટ ફી ટિકિટ લગાવી ખરી નકલો માંગી છે. આવનારા સમયમાં અધિકારી ઉપર કડક પગલાં તોડાઇ તો નવાઈ નહીં તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

શુ કહે છે અધિકારી?
રાજ્ય ચૂંટણી આયોગ સંયુક્ત ચૂંટણી કમીશ્નર ગાંધીનગર એન. કે. ડામોર દ્વારા જણાવાયું કે આ કેસ સબંધીત તપાસ ચાલું છે. ક્લેક્ટરનો રિપોર્ટ બાકી છે. અમે બીજી તપાસ પુરી કરી દીધી છે. અઠવાડિયા કે દશ દિવસમાં પુરી થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...