તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અગતરાયમાં પતિ- પત્નીએ 1 મહિલાને ઢસડી થાંભલે બાંધી માર માર્યાની ફરિયાદ

કેશાેદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાેષે ભરાયેલા ટાેળાએ ગામને આરાેપીના ત્રાસમાંથી મુક્ત કરવા માંગ કરી

કેશાેદના અગતરાય ગામે એક મહિલાને ઢસળી બાંધી ઢાેર મારતાં પાેલીસે આરાેપી પતિ-પત્ની વિરૂધ્ધ ફરીયાદ નાેંધી તપાસ હાથ ધરી છે.

પાેલીસમાંથી મળતી વિગતાે અનુસાર અગતરાય ગામે રહેતાં રમાબેન દાફડા પાેતાના ઘરની આંગણે બાંધેલ ગાય માટે પસવાડિયા વાડી વિસ્તારમાં ઘાસચારાે લેવા ગયા હતાં. પરત ફરતી વખતે જ્યારે મહિલા અગતરાય ચાેકડી થી 400 મીટર દુર મંગલપુર જવાના રસ્તે ઝુંપડું બાંધીને રહેતાં કાના મેરેે મહિલાને કહ્યું કે મારા ઘર તરફ કેમ જુવે છે. મહિલાએ ઘર તરફ જાેતી નથી તેમ જણાવેલ તે સમયે કાનાએ અને તેની પત્નીએ એક સંપ કરી મહિલાને ઢસડીને ઝુંપડીમાં લઈ ગયા હતાં.

મહિલાને તુટેલા પાેલ સાથે બાંધી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ગાળાે આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ઢાેર માર માર્યાે હતાે. આ ઘટનાની અજાણ્યા લાેકાેએ તેના પરીવારને જાણ કરતાં મહીલાને છાેડાવી હતી. મહિલાને 108 મારફતે સરકારી હાેસ્પિટલે ખસેડવામાં આવી હતી. બીજી તરફ આરાેપી કાનાે માથાભારે હાેય અને અનેક લાેકાે તેનાે ભાેગ બન્યા હાેય તેથી ગામલાેકાેનું એક માેટું ટાેળું કેશાેદ પાેલીસ સ્ટેશને પહાેંચી આરાેપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અને તેને ગામમાંથી કાઢી મુકવા રાેષ પુર્વક રજૂઆત કરી હતી. જેથી પાેલીસે આરાેપી કાના મેર અને તેની પત્ની વિરૂધ્ધ ગુનો નાેંધી આરાેપીને પકડવા ચક્રાે ગતીમાન કર્યા છે.

આરાેપીની ગતિવીધીઓ
આરાેપી દારૂના ધંધા સાથે જાેડાયેલાે છે. ઝુંપડીમાં તેની સાથે પત્ની,માં અને તેના 7 થી 8 બાળકાે રહે છે. તેની ઝુંપડી ગાૈચરની જગ્યા પર છે. કાેઇ પ્રવેશી સકે નહી તે માટે 3 થી 4 કુતરાઓ પાડેલાં છે. ગામલાેકાેએ જણાવ્યું કે તેની ઝુપડીએ કાેઇ દારૂ લેવાં કે પીવા આવે એટલે તેના બાળકાે સહિત તમામ સભ્યાે આવતલને છેડતી કેસમાં ફીટ કરી દેવા ધમકી આપી ખંખેરી લે છે. આરાેપીના આવા ગાેરંખધંધાને કારણે અનેક રાહદારીઓએ પાેતાના રસ્તાઓ બદલી નાંખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો