ફરિયાદ:કેશોદના કાલવાણીમાં મહિલાની 3 સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2012 માં ખરીદેલી જમીનમાં ફેન્સીંગ કરવા જતાં પિતા, 2 પુત્રોએ ગાળાગાળી કરી

કેશોદના કાલવાણી ગામે ખેતીની 6 વિઘા જમીન ધરાવતી મહિલા અને તેનો પુત્ર પડતર જમીન પર ફેન્સીંગ કરવા જતાં તેના પર કબ્જાે જમાવી બેસેલા શેઢા પાડોશીએ નિકળી જવાનું કહી ગાળાગાળી અને ધમકી આપતાં મહિલાએ 3 શખ્સો સામે કલેક્ટરમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરી હતી. કલેક્ટરના હુકમ આધારે પોલીસે પિતા અને 2 પુત્રો સામે ગુનો નોંધ્યો છે.

કેશોદ તાલુકામાં લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ સૌપ્રથમ ગુનો કાલવાણી ગામે નોંધાયો છે. કેશોદ રહેતા ઓધવજીભાઇ બોરસાણિયાએ કાલવાણી ગામે 2012 માં જમીન ખરીદી હતી. બાદમાં આ પડતર જમીન તેમના પત્ની જ્યોત્સનાબેનના નામે કરી હતી. આથી જ્યોત્સનાબેન અને તેનો પુત્ર પાેતાની માલીકીની જમીનમાં તા. 11 જુન 2021 ના રોજ ફેન્સીંગ કરવા ગયા હતા. ત્યારે શેઢા પાડોશી દાનુભાઈ પુનાભાઈ દયાતર અને એમનાં 2 પુત્રો રાજુભાઈ અને રણજીતભાઈએ આ જમીન પર અમારો કબ્જો છે.

તમે અહીંથી નીકળી જાવ કહેતાં મહિલા અને તેનો પુત્ર ઘેર પરત આવ્યા હતા. બાદમાં જ્યોત્સનાબેને કલેક્ટર સમક્ષ દાનુભાઇ અને તેમના બંને પુત્રો સામે ઓનલાઈન ફરિયાદ નાેંધાવી હતી. આથી તેની પ્રાથમીક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુનો બનતો હોઇ કલેક્ટરે પોલીસને ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...