હુકમ:કેશોદ પાલીકાને દબાણ દુર કરવા કલેક્ટરનો હુકમ

કેશોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુન્નાભઠ્ઠી રોડ પર દબાણ કરાતાં ઓનલાઇન ફરિયાદ નોંધાઇ હતી

કેશોદના સરદારનગર ચુનાભઠ્ઠી રોડ કાંઠે બાંધકામ, પાણીની ટાંકી અને માલઢોર બાંધી દબાણ કર્યું હોય કલેક્ટરમાં ઓનલાઇન લેન્ડ ગ્રેબીંગ ફરિયાદ થઇ હતી. જે અરજી કલેક્ટરે દફતરે કરી પાલીકાને દબાણ હટાવવા હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતોનુસાર કેશોદના રહેવાસી નાથાભાઇ રામભાઇ પરમારે જુલાઇ મહિનામાં કલેક્ટર કચેરી જમીનશાખા ક્રમાંક લેન્ડ/1/લેન્ડ ગ્રેબીંગ/રજી નંં 114/221 મુજબ ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રાેહીબીશન એક્ટ 2020 હેઠળ ઓનલાઇન ફરિયાદ દાખલ કરી હતી.

આ ફરિયાદમાં ચુનાભઠ્ઠી રોડ પર ચોથીબેન મોહનભાઇ કીંદરખેડિયા અને લાખાભાઇ લક્ષ્મણભાઇ પરમાર દ્વારા રોડ કાંઠે પાકું બાંધકામ કરી, પાણીની ટાંકી રાખી, માલઢોર બાંધી જાહેર રસ્તા પર પેશકદમી કરવામાં આવી હોય તેવો ઉલ્લેખ કરાયો હતો. આ ફરિયાદને અનુલક્ષીને 7 જુલાઇએ તપાસનીશ અધિકારીઓની તપાસમાં પેશકદમી થઇ હોય તેવું જણાઇ આવતાં કલેક્ટરે 29 જુલાઇના રોજ પત્ર મોકલી પ્રસ્તુત કેસ લેન્ડ ગ્રેબીંગ એક્ટની વ્યાખ્યામાં આવતો ન હોય લેન્ડ ગ્રેબીંગ ગુનો બનતો નથી.

તેથી અરજી દફતરે કરવામાં આવે છે તેમ જણાવી આ રસ્તો પાલીકાના હદ વિસ્તારમાં આવતો હોય ચીફ ઓફીસરે દબાણ દુર કરવા કાર્યવાહી કરવા કલેક્ટરે હુકમ કર્યો હતો.આથી પાલીકાએ 3 દિવસમાં પેશકદમી હટાવવા અન્યથા ન.પા. અધિનિયમ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી 28 ઓક્ટો.ના રોજ નોટીસ ફટકારી હતી. જેને આજે 24 દિવસ થવા જઇ રહ્યાંં છે. છતાં પણ પાલીકાએ દબાણ દુર કરવા કાર્યવાહી કરી ન હોય માત્ર નોટીસ આપી ભુલી જતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...