તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કેશોદ ટેકાના ભાવે ચણા વેચવા 100 ખેડુત આવી જતાં અવ્યવસ્થા

કેશોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 7711 રજીસ્ટ્રેશન : 15 દિવસમાં ખરીદી પુર્ણ થવાની સંભાવના
  • 5540 મેસેજ, 1809 ખેડૂતોના 35205 ચણાના કટ્ટાની ખરીદી

કેશોદ એપીએમસી ખાતે કોરોના મહામારી દરમિયાન બંધ રહેલી ટેકાના ભાવે ચણાની ખરીદી ફરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ક્રમશ: વધુ મેસેજ કરવા છતાં ખેડુતો ચણા વેચવા આવતાં ન હોઇ તા. 31 મેના રોજ 600 ખેડુતોને ચણા વેચવા મેસેજ કરવામાં આવ્યા હતા. જે પૈકી 100 ખેડુતો વાહન સાથે ચણા વેચવા એપીએમસી પહોંચતાં ખરીદીમાં અવ્યવસ્થા સર્જાઇ હતી. અને 75 ખેડુતોની ખરીદી શક્ય બની હતી. બાકી રહેતા ખેડુતોને બીજા દિવસે ખરીદી કરવા કહેવાયું હતું. જે કારણાેસર તા. 1 જુનના રોજ મેસેજ મોકલવાની સંખ્યા ઘટાડીને 200 કરવામાં આવી હતી.

સ્થાનીક કર્મચારીઓએ જણાવ્યું કે, વધુ મેસેજ કરવા છતાં ખેડુતો આવતાં ન હોય તો મેસેજની સંખ્યા વધારવામાં આવતી હોય છે. પણ બને છે એવું કે, ખુલ્લા બજારનો ભાવ ટેકાના ભાવ કરતાં ઘણો નીચો જાય ત્યારે ધારણાં કરતાં વધુ ખેડૂતો આવી પહોંચે છે. તેથી ક્યા સમયે કેટલા ખેડુતો આવશે તે નક્કી કરી શકાતું નથી. અને અવ્યવસ્થા સર્જાય છે.

આ સીઝનમાં ચણા ખરીદી માટે કુલ 7711 નું રજીસ્ટ્રેશન થયું છે. જેમાંથી 5540 મેસેજ કરાયા છે. જે પૈકી 1809 ખેડુતોએ ચણા વેચવા આવતા 35205 કટ્ટાની ખરીદી થઇ છે. હવે રોજ 200 ખેડુતોને બોલાવવામાં આવે તો આવનારા 15 દિવસમાં ખરીદી પૂરી થાય એવું અનુમાન લગાવી શકાય.

મેસેજ છતાં સમસ્યા
ટેકાના ભાવે જણસ ખરીદીમાં એસએમએસ એકમાત્ર વિકલ્પ છે ત્યારે ખરીદીમાં રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ ન મળવા, જાણકાર ન હોય તેની પાસે મોબાઇલ હોવો, વેચાણ સમયે રજીસ્ટર્ડ મોબાઇલ સાથે ન હોવાથી ઓટીપીની સમસ્યાં સર્જાય છે. આથી ખેડુતોની ભૂલ તેને જ નડે છે. આથી ખરીદીમાં સમસ્યા સર્જાય છે. આથી ખેડુતોએ જ નિયમીત મોબાઇલ પર મેસેજ માટે જાગૃત બનવું પડશે.

અન્ય સમાચારો પણ છે...