કેશોદ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી કુવારીકા દ્વારા હાજર લોકોને કુમકુમ તિલક કરાયા બાદ યાર્ડના ચેરમેન પ્રવિણભાઈ બોરીચાનાં હસ્તે શ્રીફળ વધેરી શરૂ કરાઈ હતી. નાફેડ અને ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદી કરાતી હોય કેશોદ ખાતે પેટા એજન્સી તરીકે કેશોદ તાલુકા ખેત ઉત્પાદક સહકારી મંડળીને ખરીદી કરવા નિમણૂંક કરાઈ છે.
ચણા ખરીદી શરૂ થાય તેના એક મહિના પહેલાં 5125 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સરકારની ગાઇડ લાઇન પ્રમાણે 90 દિવસ ચણાની ખરીદી કરાશે. પરંતુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન ધ્યાને લેતાં આ ખરીદી 3 મહિનામાં પહેલાં થઈ જાય તેવી મંડળી પ્રમુખ અશ્વિનભાઈ સિંહાર દ્વારા સંભાવના વ્યક્ત કરાઈ હતી. ચણાની ખરીદીના ભાવ 20 કિલોના રૂ.1067 રખાયા છે. જે ખુલ્લા બજારમાં 910 થી 920 એટલે કે ટેકાના ભાવ કરતા 100 જેટલા ઊંચા હોય ખેડૂતોએ ટેકાના ભાવે ચણાનું વેંચાણ કરવા ઉત્સાહ બતાવ્યો હતો. કેશોદ પંથકમાં મગફળી અને ઘઉં બાદ ચણાનું પુષ્કળ ઉત્પાદન થતું હોય રજીસ્ટ્રેશન કરવા મોટી સંખ્યામાં ખેડૂતોએ રસ દાખવ્યો છે.
સેમ્પલિંગ પદ્ધતિ
ચણા સેમ્પલિંગમાં ભેજ, ધૂળ કચરો, બગાડ, અન્ય કઠોળ, કાચો અને ઝીણો દાણો ધ્યાને રાખવામાં આવે છે.
203 મેટ્રીક ટન તુવેર ખરીદી હતી
વધુમાં મળતી વિગત મુજબ થોડા દિવસથી તુવેરની પણ ખરીદી શરૂ થઈ હતી અત્યાર સુધીમાં 111 ખેડૂતોની તુવેરની પણ ખરીદી કરવામાં આવી છે. તેમ મંડળની સંચાલકે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.