અકસ્માત:બાલા ગામનાં પાટિયા નજીક ટાયર ફાટતાં કાર પલ્ટી, 1નું મોત

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત દંપતિને જૂનાગઢ સારવાર અર્થે ખસેડાયું

કેશોદનાં બાલાગામનાં પાટીયા નજીક ટાયર ફાટતા કાર પલ્ટી ગઈ હતી. અને કારમાં સવાર દંપતિને ઈજા થતા જૂનાગઢ ખસેડાયા હતા. સારવાર દરમિયાન પતિનું મોત નિપજ્યું હતુ. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર અને તેમનાં પત્નિ જોષનાબેન માંગરોળથી કાર લઈને કેશોદ તરફ જતા હતા ત્યારે બાલાગામનાં પાટીયા નજીક ટાયર ફાટતા કાર પલ્ટી ગઈ હતી. અને બંનેને ઈજા પહોંચી હતી. અને સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન પ્રકાશભાઈનું મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...