તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:માણેકવાડા નજીક કાર,બાઈક વચ્ચે અકસ્માત,1નું મોત નિપજ્યું

માણેકવાડા,કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મઘરવાડા ફાટક સુધી ડાયવર્ઝન પુલનો માત્ર પાયો જ ખોદાયો
 • ચાલક અક્સમાત સર્જી કાર ઘટના સ્થળ પર છોડી ફરાર

કેશોદ પંથકના માણેકવાડા નજીક મઘરવાડા ફાટક પાસે જેતપુર-સોમનાથ ફોરટ્રેક પરના પુલનું નિર્માણ 5 વર્ષે પણ થયું નથી. જેથી છાશવારે અકસ્માતના બનાવો બનતા લોકોનો ભોગ લેવાઈ છે. નેશનલ હાઈવે ઓથોરીના કારણે સામાન્ય નાગરીકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.ત્યારે જ માણેકવાડા મંદિર નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાર અને બાઈક સામસામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલક ધર્મેશસિંહ ચૌહાણનું કમકમાટી ભર્યું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બાઈક ચાલક જૂનાગઢ તરફ થી જ્યારે કાર ચાલક કેશોદ તરફથી આવી રહ્યોં હતો. ત્યારે આ બનાવ બન્યો હોવાનું સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું. અક્સમાત સર્જી કાર ચાલક કાર છોડી નાસી છુટ્યો હતો. ઝીબ્રા ક્રોસિંગ કામ પૂર્ણ થયા બાદ લાગશે! રોડ પર સફેદ પટ્ટા લગાવવાની કામગીરી ચાલી રહી હતી. તેમને કહ્યું હતું કે સંપૂર્ણ રોડ બન્યા બાદ વિવિધ જગ્યાએ ઝીબ્રાક્રોસીંગ લગાવવામાં આવશે. પરંતુ માણેકવાડા નજીક પુલનો પાયો ન ખોદાયો અને પુલનું નવનિર્માણ ન થતાં છાસવારે અકસ્માતો સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો