તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:બપોર સુધીમાં લક્ષ્યાંકનાં 85 % યુવાનોએ કોરોનાની રસી મૂકાવી લીધી

કેશોદ, ભેંસાણ, તાલાલા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં સિવીલ ખાતે રસીકરણ માટેની લાઇન.  કેશોદ - Divya Bhaskar
કેશોદમાં સિવીલ ખાતે રસીકરણ માટેની લાઇન. કેશોદ

કેશાેદમાં 18 વર્ષ ઉંમર ઉપરનાને કોરોનાની રસી આપવા સિવીલ હાેસ્પિટલ અને અજાબ પ્રાથમીક આરાેગ્ય કેન્દ્ર બે સ્થળ નક્કી કરાયા હતા. જેમાં બપોર સુધીમાં કેશોદ હોસ્પિટલ ખાતે 200 રજીસ્ટ્રેશન સામે 161 લાભાર્થીઓએ વેકસિનનો લાભ લીધો હતો. જ્યારે અજાબ પીએચસી પર 155 રજીસ્ટ્રેશન સામે 137 લાભાર્થીઓએ રસી લેવડાવી હતી. ભેંસાણ તાલુકા આરોગ્ય કચેરી ખાતે 18 થી 44 વર્ષના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું. બપોરે 1 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરેલા 200 લોકોને વેક્સિનના ડોઝનો લાભ લીધો હતો.

તાલાલામાં યુવાનોએ રસી લેવામાં પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવ્યું હતું. તાલાલા
તાલાલામાં યુવાનોએ રસી લેવામાં પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવ્યું હતું. તાલાલા
વેરાવળ સિવીલમાં કોરોનાની રસી અપાઇ. વેરાવળ
વેરાવળ સિવીલમાં કોરોનાની રસી અપાઇ. વેરાવળ
ભેંસાણ આરોગ્ય કચેરી ખાતે યુવાનોને વેક્સિન અપાઇ. ભેંસાણ
ભેંસાણ આરોગ્ય કચેરી ખાતે યુવાનોને વેક્સિન અપાઇ. ભેંસાણ

ગિર-સોમનાથમાં વેરાવળ સહિત જિલ્લામાં કુલ 20 જગ્યાએ નિ:શુલ્ક રસીકરણનો પ્રારંભ કરાયો છે. કોવીશિલ્ડ વેક્સીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવિંદપરા, આજોઠા, ધાવા, આંકોલવાડી, ધામળેજ, દેલવાડા અને પેટા આરોગ્ય કેન્દ્ર સિંધાજ, અડવી ઉપરાંત ખારવા સમાજવાડી વેરાવળ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ વેરાવળ, સાગરપુત્ર ફાઉન્ડેશન સોમનાથ હોલ - વેરાવળ, કોમ્યુનીટી હોલ - બોરવાવ, કશ્યપ ચિકિત્સાલય - તાલાલા, નગરપાલિકા સુત્રાપાડા, પ્રાથમિક શાળા - પ્રાચી, પ્રાથમિક શાળા - પિપળી, નગરપાલિકા બાલમંદિર - કોડીનાર, અભિનવ સ્કુલ - ગીરગઢડા, શ્રીજી સ્કુલ - ઊના ખાતે આપવામાં આવશે. તાલાલા તાલુકામાં રોજની કુલ 4 સેશન સાઈટ રાખવામાં આવી છે. તાલુકા હેલ્થ ઓફીસનાં માર્ગદર્શન હેઠળ ડો. રિદ્ધિ કોઠડિયા, ડો. સિદ્ધાર્થ ફાટક, ડો. ભરત મકવાણા, તાલુકાનાં તમામ સુપરવાઈઝર, નર્સિંગ સ્ટાફ વગેરેએ આ માટે જહેમત ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...