રોષ:8 માસ પહેલા બુલેટ ઘાંસનું વાવેતર કર્યું, 4 વાઢ કર્યા છતાં 70 ટકા લાભાર્થીને નાણાં ન ચૂકવાયા

કેશોદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ કહ્યું, આ અંગે કર્મચારીઓને ફોન કરીએ છીએ પરંતુ હડતાળ પર હોય ઉકેલ આવતો નથી

કેશોદના અજાબ ગામમાં 200 ખેડુતોએ મનરેગા યોજના અંતર્ગત બુલેટ ઘાસનું વાવેતર કર્યું હતું. જેના 4 થી લઈ 8 મહિના વીતી ચુક્યા છે અને 4 થી વધુ વખત ઘાસનો વાઢ પણ કરી લેવામાં આવ્યો છે. છતાં 140 કરતાં વધુ ખેડુતો એવા છે કે જેના ખાતામાં એક નયો પૈસો જમા થયો નથી આ પૈકી 60 જેટલાં ખેડૂતોને 7 થી લઈ 20 હજાર જેવી રકમ જ તેમના ખાતામાં જમાં થઈ છે. તેમાં યોજનાના નિયમનું પાલન થતું નથી. આ યોજનામાં જોબકામ રેશિયો ઘટતાં મટીરિયલ્સ કામ ઉંચું જતાં રોજગારી ઉભી કરવા બુલેટ ઘાસ વાવેતર કરવા પ્રેરવા મનરેગામાં બુલેટ ઘાંસનો સમાવેશ કરાયો હોય તેવું જાણવા મળી રહ્યું છે.

જેથી અન્ય ઘાસની સરખામણીએ આ ઘાંસ ઝડપથી વધતું હોય પશુને ચારા માટે કામ આવે ઉપરાંત લાભાર્થીને રોજગારી મળે પરંતુ બન્યું એવું કે આ યોજનામાં ખેડુતોએ અરજી ફોર્મ ભરવા કાગળ તૈયાર કરવા ખર્ચા કર્યા બબ્બે વખત કાગળો કર્મચારીઓ પાસે જમા કરાવ્યાં છતાં હજુ સુધી બુલેટ ઘાસના પૈસા મળ્યાં નથી કર્મચારીઓને ફોન કરવામાં આવે તો આંદોલન ચાલું હોવાની વાતો કરે છે. જેને લઈ આ રકમ મળશે કે નહીં તે ખેડૂતો નક્કી કરી શકતાં નથી. આ બાબતે તાલુકા ભરના યોજનાના લાભાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...