તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશાેદના અજાબ ગામે હાઇકાેર્ટમાં પ્રેકટીસ કરતાં વકીલ ઉપર ગામના જ ગણ્યા ગાંઠ્યા શખ્શાેએ માેટરકાર રાેકી દાતરડા, લાેખંડ ના પાઇપ, લાકડાના હાથા વડે હુમલાે કર્યાે હતાે. એકઠા થયેલા ટાેળાએ વકીલના કપડા ફાડી બહાર ખેંચી ઢસરડી ઇજા પહાેંચાડી હતી. અને માેટરકારના તમામ કાચ તાેડી આંતક મચાવ્યાે હતાે જાેકે વકીલે સમયસર 108 ને ફાેન કરતાં તેમને હાેસ્પિટલે ખસેડાયા હતાં. ઇજાગ્રસ્ત વકીલે પાેલીસ તપાસના નામે પાેતાના કહેવા મુજબ ફરીયાદ નાેંધતી ન હાેય તેવાે આક્ષેપ કર્યાે હતાે.
કેશાેદ ના મુળ અજાબ ગામના અને 9 વર્ષથી ગાંધીનગર ખાતે રહીને હાઇકાેર્ટમાં પ્રેકટીસ કરતાં એડવાેકેટ યાેગેશભાઇ અમૃતલાલ રતનપરા વેકેશન માં પાેતાના વતન અજાબ ખાતે આવ્યા હતાં જયાં દિવાળીના રાત્રીના સાંકળા રસ્તામાંથી માેટરકાર કાઢવા બાબતે બે શખ્શ સાથે બાેલાચાલી થઇ હતી જે ટાેળાનું સ્વરૂપ ધારણ કરતાં વકીલ પર દાતરડાં, લાેખંડના પાઇપ તેમજ લાકડા હાથા વડે હુમલાે કરવામાં આવ્યાે હતાે. જેમાં વકીલના તમામ કપડા ફાટી નાખવામાં આવ્યા હતાં અને પીઠ પાછળ દાતરડાં તેમજ ઢસરડવા થી ઉજરડા પડેલા ઇજાના નિશાનાે જાેવા મળ્યા હતાં. વકીલે ઘટના સ્થળે થી ભાગી 100 નંબર પર 7 વખત ફાેન કરવા છતાં ફાેન ન ઉપડતાં 108 ને ફાેન કરી બાેલાવી હતી. જેમાં તેને સરકારી હાેસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.
હાેસ્પિટલે પહાેંચેલી પાેલીસને એડવાેકેટેે જણાવ્યું કે મારા પર ભારે હથીયારાે સાથે હુમલાે થયાે છે. મારી માેટરકારને ભયંકર નુકશાન પહાેંચાડયું છે તેમજ મારૂ 25 હજાર રાેકડ સાથેનું પાકીટ ગુમ થયું છે તેથી હત્યાની કાૈશીશ, લુંટ નાે ગુન્હાે નાેંધવામાં આવે પરંતુ 12 કલાક બાદ પાેલીસ ગુન્હાે નાેંધવા મુંઝવણ અનુભવતી હાેય તેથી શું કરવું તે નક્કી કરી સકી ન હતી. ભાેગ બનનાર એડવાેકેટે પાેલીસને ઘટના સ્થળ સીસીટીવી કેમેરા લાગેલાં છે તેના કુટેજ ચેક કરવા જણાવ્યું હતું. દિવાળીની રાત્રીની ઘટનાબાદ અજાબ ગામમાં ડરનાે માહાેલ ઉભાે થયાે છે.
હુમલા થી ઘવાયેલા હાઇકાેર્ટ એડવાેકેટ યાગેશભાઇ રતનપરા એ જણાવ્યું મારી પર દાતરડા થી હુમલાે થયાે છે અને મારૂ 25 હજાર રાેકડ સાથે નું પાકીટ ગુમ થયું છે તેમ છતાં હું કહું તેમ પાેલીસ ફરીયાદ લેવા તૈયાર નથી. મારી પર જાન લેવા હુંમલાે અને રાેકડ ની લુંટ જેવી પાેલીસે કલમાે લગાવવી જાેઇએ. હું રાત્રીના 12 વાગ્યે હાેસ્પિટલે દાખલ થયાે ત્યાર થી લઇ 12 કલાક સુધી પાેલીસે તપાસ ચલાવી હતી પરંતુ હું કહું તેમ ફરીયાદ લેવા તૈયાર ન હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.