ચોરી:મફતમાં રાશન અપાવું કહી 2 શખ્સો વૃદ્ધાની સોનાની કડી લઇ ગયા

કેશોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં 20,620 ની ઠગાઇ અંગે ગુનો નોંધાયો

કેશોદની રાજનગર સોસાયટીમાં રહેતી એક વૃદ્ધાને પાંજરાપાેળ વિસ્તારમાં 2 અજાણ્યા શખ્સોએ મફતમાં રાશનનો માલ અપાવું કહી તેની સોનાની 2 કડી નજર ચૂકવી ઉઠાવી ગયા હતા.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદના રાજનગરમાં રહેતા અને ઘરોમાં વાસણ-કપડાંનું કામ કરતા કંચનબેન નાનજીભાઇ પરમાર (ઉ. 62) પીપલ્સ બેંકમાં સફાઇકામ કરી ઘેર પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક શખ્સે તેમને મારો શેઠ ગરીબ માણસોને મફતમાં રાશન આપે છે એમ કહી પાંજરાપોળ તરફ દોરી ગયો હતો.

રસ્તામાં મારો શેઠ ગરીબ માણસોને જ અનાજ આપે છે. એમ કહી કંચનબેને કાનમાં પહેરેલી સોનાની કડી પાકીટમાં મૂકાવી પાકીટ થેલીમાં મૂકાવ્યું હતું. બાદમાં માજી તમે તમાકુ ખાવ છો તમાકુની પડીકી લટકે છે એમ કહી થેલી લઇ હવામાં ઓગળી ગયા હતા. આથી કંચનબેને 2 અજાણ્યા શખ્સો સામે રૂ. 20,620 ની તડફંચીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...