તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:PSI બનવા માર્કશીટમાં છેકચાક કરનાર ASIને સાત વર્ષની સજા

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જૂનાગઢના ટ્રાફિક ASIએ ધો.12ની માર્કશીટમાં ચેડાં કર્યા’તા

વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવનાર એએસઆઇએ પીએસઆઇની ખાતાકિય પરીક્ષામાં ફોર્મ ભરતી વખતે ધો. 12 માં નાપાસ હોવા છત્તાં માર્કશીટમાં ચેડાં કરી પાસની માર્કશીટ રજૂ કરી હતી. આથી તેમની સામે 2009 માં ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ચાલી જતાં કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 20 હજારનો દંડ ફટકાર્યો છે.વર્ષ 2009 માં પોલીસમાં પીએસઆઇની ભરતી માટેની પરીક્ષા યોજાઇ હતી. જેમાં ખાતાકિય ઉમેદવાર તરીકે એ વખતે જૂનાગઢમાં ટ્રાફિક એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલાભાઇ ટીડાભાઇ કરમટાએ પણ ફોર્મ ભર્યું હતું.

તેઓ ધો. 12માં નાપાસ હોવા છત્તાં અર્થશાસ્ત્ર અને એકાઉન્ટના વિષયમાં 25-25 માર્કને બદલે 35-35 માર્કનો જાતેજ સુધારો કરી નાપાસની જગ્યાએ પાસ લખીને માર્કશીટ સબમીટ કરી હતી. જોકે, એ વખતેજ જૂનાગઢ એસપી કચેરીમાં આ વાત સામે આવી જતાં 2009 માં તેમની સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ચાલી જતાં કેશોદના એડી. ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કપિલ આર. ગોહેલે આસી. સરકારી વકીલ એમ. એલ. સૈયદની દલીલ ધ્યાને રાખી જુદી જુદી કલમો હેઠળ વધુમાં વધુ 7 વર્ષની સાદી કેદની સજા અને કુલ 20 હજારનો દંડ ફટકાર્યો હતો. હાલ એએસઆઇ પોલાભાઇ કરમટા વેરાવળ પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને તેઓ બે માસ બાદ નિવૃત્ત થનાર હતા. તેમને કોર્ટમાંથી જ સીધા જેલ હવાલે કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો