સફાઈ:કેશોદમાં એનજીઓએ બગીચાની સફાઈ કરવાની જાહેરાત કરતાં જ પાલિકાની ટીમ સફાઈ કરવા પહોંચી!

કેશોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષોનું નિકંદન બાદ કરોડોના ખર્ચે નવો બગીચો બનાવવાથી માવજત થઈ શકશે ? શહેરીજનોમાં ઉઠતા સવાલ

કેશોદની એનજીઓએ સોશ્યલ મીડિયામાં રવીવારના દિવસે બગીચાની સફાઇ કરવાની છે તેવી પોસ્ટ મુકતાં એનજીઓના સભ્યો આવે તે પહેલાં જ પાલીકાના સફાઇ કર્મીઓએ બગીચાની સફાઇ હાથ ધરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ કેશોદમાં ભારત વિકાસ પરીષદે 12 દિવસ પહેલાં બસ સ્ટેશનની સાફ સફાઈ કરી 3 ટ્રેક્ટર કચરો દૂર કર્યો હતો જેમાં ડે ક્લેક્ટર, પાલીકા સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર રહ્યાં હતાં. જે તે સમયે પરીષદે 2 મહિના સુધી શહેરના જાહેર સ્થળોની સફાઇ કરવા જાહેરાત કરી હતી.

જેમાં તાલુકા પ્રશાસને સહકાર આપવા બાંહેધરી આપી હતી. આ મુહીમ આગળ વધારવા ભારત વિકાસ પરીષદે રવીવારના દિવસે બગીચો સફાઇ કરવા સોશ્યલ મીડિયામાં જાહેરાત કરી હતી આ વાત પાલિકાને ધ્યાને આવતાં તેમણે સવારથી જ પોતાના સફાઇ કામદારોને બગીચાની સફાઇ કરવા માટે મોકલી દીધા હતા.

હાલ આ બગીચામાં 100 કરતાં વધુ વૃક્ષો હોય ઝાડી ઝાંખરા સહિતના કચરાથી બગીચો ખદબદતો હતો. હાલ આ બગીચાને પાલીકા સમયસર સફાઇ કરી શકતી ન હોય ત્યારે કરોડોના ખર્ચે પાલીકા નવો બગીચો બનાવવા માંગે છે તો શું તે નવા બગીચાની જાળવણી કરી શકશે ? અને એ પણ વૃક્ષોનું નિકંદન કાઢ્યાં પછી તેવો સવાલ પણ લોકોમાંથી ઉઠી રહ્યો છે. } તસવીર - પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...