તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશાેદ પંથકના ચારણ ગઢવી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કચ્છ ખાતે પાેતાના સમાજના 2 યુવકના માેત અને 1 યુવક પર પાેલીસદમન ગુજારવામાં આવ્યું હતું. આ ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ સાથે આરાેપીને પકડી પાડી કડક સજા કરવા ઉગ્ર માંગ કરી હતી. આવેદનમાં જણાવ્યું કે કચ્છ-મુન્દ્રાના સમાઘાેઘામાં પાેલીસ દ્વારા અરજણ ખેરાજભાઇ ગઢવી સહિત 3 યુવકાેને ગેરકાયદેસર ગાેંધી રાખી ઠાેરમાર મારવામાં આવતાં 2ના માેત નિપજ્યાં હતાં.
જ્યારે 1 ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યાે છે. કેશાેદના મઢડા સાેનલમાં મંદિરના સંચાલક ગીરીશભાઇ ગઢવી સહિતના ચારણ ગઢવી સમાજના માેટી સંખ્યામાં આગેવાનાેએ હાજર રહી મામલતદારને આવેદનપત્ર આપી આરાેપીઓને પકડી પાડી કડક સજા કરવામાં આવે તેમજ મૃતકના પરીવારને આર્થીક સહાય આપવા સહિતની માંગ કરી હતી અને જાે તેમ નહીંં થાય તાે રાજ્ય અને દેશભરમાં આંદાેલન કરવા ચીમકી ઉચ્ચારી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.