તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:કેશોદમાં મોબાઇલ ટાવરના વિરોધમાં આંબાવાડી વિસ્તારનાં લોકોનું આવેદન

કેશોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનીકોને જાણ થાય એ પહેલાં પાલીકા મંજૂરી આપી દેતી હોવાનો આક્ષેપ

કેશોદના આંબાવાડી વિસ્તારના રહીશો દ્વારા મોબાઇલ કંપનીના ટાવરનું કામ અટકાવવા મેણસીભાઇ મારખીભાઇ પીઠિયાની આગેવાની હેઠળ 100 સહીઓ સાથે 50 થી વધુ લોકોનું ટોળું ચીફ ઓફીસર, પોલીસ સ્ટેશન, મામલતદાર, ડે. કલેક્ટર અને ડિવાયએસપી કચેરીએ આવેદન આપી રજૂઆત માટે પહોંચ્યું હતું.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, જે જગ્યા પર ટાવર ઉભો કરાઇ રહ્યો છે. તેની આસપાસ જી. ડી. વાછાણી પ્રાયમરી સ્કુલ, પુરોહિત વિદ્યાર્થી ભવન, ડેન્ટલ હોસ્પિટલ, ગાયનેક હોસ્પિટલ, નગરપાલીકાનો બગીચો તેમજ રહેણાંક મકાનો આવેલાં છે. જેથી મોબાઇલ ટાવરના ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડીએશનથી ગંભીર પ્રકારની બિમારી થવાની પૂરેપૂરી શક્યત્તા રહેલી છે.

આ અંગે કામ રોકવા બાબતે કોન્ટ્રાક્ટર અને બિલ્ડીંગ માલીક સાથે સ્થાનીકોએ વાત કરતાં તેમણે સંભળાવી દીધું હતું કે, કોઇ અધિકારી અમારૂં કાંઇ જ બગાડી નહીં શકે. જ્યાં જવું હોય ત્યાં જાવ. આમ સ્થાનીક રહેવાસીઓએ મોબાઇલ ટાવરનું કામ રોકવા રોષપૂર્વક માંગ કરી હતી. આ સાથે ટ્રાઇમાં ઓનલાઇન રજૂઆતો કરનાર હોવાનું પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...