તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:પોલીસની ભરતીના ઉમેદવારોની સમસ્યા અંગે કેશોદમાં આવેદન

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કેશોદ પંથકના પીએસઆઇ-એએસઆઇની ભરતીના ઉમેદવારોએ માત્ર શારીરિક ક્ષમતા જ નહીં, પરંતુ માનસીક ક્ષમતાને પણ સરખું મહત્વ આપવામાં આવે તેવી માંગ સાથે ડે. કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પીએસઆઇ-એએસઆઇની ભરતી માટે દોડમાં કેટેગરીવાઇઝ 15 ગણાં ઉમેદવારોને જ બીજા તબક્કાની પ્રાથમીક લેખિત કસાેટી માટે ઉતિર્ણ કરવાની મર્યાદા રદ કરવામાં આવે, પ્રતિક્ષા યાદી રાખવામાં આવે. જેથી નોકરી ન સ્વિકરતા કે ગેરલાયક ઠર્યા હોય તેવાને તક મળે. નોટીફિકેશનમાં કેટેગરી પ્રમાણે સીટ ફાળવણીમાં વિસંગતત્તા દુર કરવામાં આવે, કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેને પણ પોલીસની ભરતીમાં તક આપવી, નિશ્ચિત કરાયેલ કીમીની દોડને મહત્તમ સમય મર્યાદામાં પુરી કરનારને પરીક્ષામાં પાસ કરવો, ગરમીના સમયમાં શારીરિક પરીક્ષાઓ ન યાેજવી, અન્ય રાજ્યોની સરખામણીએ ભરતી પ્રક્રિયાના માપદંડાે સહેલાં રાખવાંં જેવા મુદાઓનાે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો