રજૂઆત:કેશોદનાં હાંડલા ગામે પથ્થરના બેલા રાખી રસ્તો રોકતાં સ્થાનિકોમાં રોષ

કેશોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ સહિત 2 વિરૂદ્ધ મામલતદાર, ડે કલેક્ટર, ટીડીઓમાં રજૂઆત

કેશોદના હાંડલા ગામે નવા ગામતળ પ્લોટ વિસ્તારમાં પથ્થરના બેલાં રાખી સરપંચ સહિત 2 આસામીઓએ રસ્તો રોકવા પ્રયત્ન કરાતાં સ્થાનીક રહેવાસીઓએ રસ્તો ખુલ્લો કરાવવા મામલતદાર, ડે કલેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી છે. હાંડલા ગામની દક્ષિણે નવું ગામતળ આવેલું છે જે પ્લોટ વિસ્તાર તરીકે ઓળખાય છે.

આ રસ્તાઓ પર બાજુમાં રહેતાં બે આસામીઓ દ્વારા પથ્થરના બેલાં રાખી રસ્તો બંધ કરી દેવામાંં આવ્યો છે. આ બાબતે રોડથી પુર્વ તરફ રહેતાં લોકોને આવવા જવા મુશ્કેલી પડતી હોય ગીરધરભાઇ નાથાભાઇ વેગડા સહિતના રહેવાસીઓએ સબંધિત કચેરીને લેખિત ફરિયાદ કરી છે. જેમાં જગદિશભાઇ દેવશીભાઇ અને વાલાભાઇ ભાેજાભાઇ મહિડા સરપંચ દ્વારા આ પેશકદમી કરી છે. તંત્રએ આ અરજી સ્વિકાર્યાના 25 દિવસ થવા છતાં રસ્તો ખુલ્લો ન કરાવાતાં સ્થાનીકોમાં રોષ જોવા મળ્યો હતો.

પંચાયત કાર્યવાહી નહીં કરે
હાંડલાં તલાટી મંત્રીએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે પેશકદમી વાળી જગ્યા નવા ગામ તળમાં આવતી હોય પંચાયતને દબાણ હટાવવાની સત્તા નથી. તેથી સબંધિત કચેરીને કાર્યવાહી કરવા જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...