લોકાર્પણ:શિક્ષણ, આરોગ્યને ધ્યાને લઈ જરૂરીયાતમંદ લોકોને મદદ મળી શકે માટે સંસ્થા શરૂ કરાશે

કેશોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ પંથકનાં સરોડ ગામે પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું

કેશોદનાં સરોડ ગામે સ્વ. દેવજીભાઈ વિરાભાઈ સોલંકીના સ્મણાર્થે પુત્રો દ્વારા પ્રવેશ દ્વારનું નિર્માણ કરાયું હતું. જેમનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અને અમદાવાદનાં ત્રિલોકભાઈ પરીખના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમ સમયે શિક્ષણ અને આરોગ્યને ધ્યાને રાખી જરૂરીયાતમંદ લોકોને દાન કરી શકાય એ માટે ડિવીએસ એજ્યુકેશન સંસ્થા શરૂ કરવાનો પણ નિર્ણય કરાયો હતો. તેમજ સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેમંતભાઈ ચૌહાણ, ગૌવિંદભાઈ વાણવી, રતિલાલ બારોટ સહિતના સંતવાણી રજૂ કરી હતી. અને સોલંકી પરિવાર, સાધુ-સંતો, ગ્રામજનો હાજર રહ્યાં હતા.

અને કલાકારો પર રૂપિયાની ઘોર કરી હતી. સ્વ. દેવજીભાઈના પુત્ર અશ્વિનભાઈ અને પ્રવિણભાઈએ કહ્યું હતું કે, આ ગામ મારા પિતાની જન્મભુમિ અને કર્મભુમિ હોય એક દિવસ અમારી પાસે ભણવાની ફીના પૈસા પણ ન હોતા. આજે આર્થિક સ્થિતી સારી હોય ગ્રામનો રૂણ અદા કરવા પ્રવેશ દ્વાર બનાવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ ધાંધલ, દિલીપભાઈ મેવાડા દ્વારા કરાયું હતું. ડિવીએસ એજ્યુકેશન સંસ્થાને લઈ ત્રિલોકભાઈ દ્વારા 5 લાખના અનુદાનની જાહેરાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...