તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:કેશોદનાં ચારચોક ખાતે કોંગ્રેસના અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેરા વધારો પાછો ખેંચવા માંગ, સ્થાનિકોની વાંધા અરજીઓ એકઠી કરાશે

કોશોદ પાલીકાએ 10 ટકા વેરો વધારો કરાયો છે. વેરો વધારો પાછો ખેંચવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. અને ચારચોક ખાતે કોંગ્રેસ સમીતીના આગેવાનોએ માંડવા ખોડી પાલીકા વિરૂધ્ધ સોમવારથી જ અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ શરૂ કરી દીધા છે. કોંગ્રેસ દ્વારા 7 દિવસ પહેલાં ચીફ ઓફીસરને આવેદનપત્ર આપી 10 ટકા સફાઇ અને દીવાબતી કરમાં વધારો કરાયો છે તે પરત ખેંચવા માંગ કરી હતી. જો તેમ નહીં થાય તો અચોક્કસ મુદત માટે પ્રતિક ઉપવાસ કરવા ચીમકી ઉચ્ચારી હતી.

જો કે પાલીકાએ દર 2 વર્ષે 10 ટકા વધારો કરવા મંજુરી લીધી હોવાથી વધારો કરવામાં આવ્યો તેમ જણાવ્યું હતું. હાલ કોરોના મહામારીમાં લોકો કમાણી કરવા વલખાં મારતાં હોય સરકાર અને બેંક આર્થીક રાહત પેકેજની જાહેરાત કરી રહી છે. તેવા સમયે વેરો વધારવો તે અણછાજતો નિર્ણય ગણાયવ્યો છે.

જેના અનુસંધાને કોંગ્રેસ દ્વારા જયાં સુધી વેરો વધારો પરત નહીં ખેંચે ત્યાં સુધી અચોક્કસ મુદત માટે ઉપવાસ શરૂ કર્યા છે. દરમ્યાન શહેરીજનોની વાંધા અરજીઓ એકઠી કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ જણાવ્યું હતું.​​​​​​​ જેમાં અશ્વિનભાઇ ખટારિયા, હમીરભાઇ ધુળા, ધર્મિષ્ઠાબેન કમાણી, આર.પી. સાેલંકી, પરબતભાઇ પીઠિયા, હમીરભાઇ રામ, અવિનાશ પરમાર સહિતના કાર્યકરો હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...