તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેમડેસીવીરની કાળાબજારી:કેશોદમાં અર્બન સેન્ટરનો કર્મચારી 20 હજારમાં રેમડેસિવિર વેચતો’તો, પોલીસે ડમી ગ્રાહક બની ઝડપી પાડ્યો

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉવેશ સોઢાની તસવીર - Divya Bhaskar
ઉવેશ સોઢાની તસવીર
  • પોલીસે કાળાબજારિયાઓને પકડવા માટે ડમી ગ્રાહક બની છટકું ગોઠવ્યું, યુવાનની ધરપકડ
  • ખાનગી હોસ્પિટલની નર્સ પાસેથી મેળવેલા 2 ઇન્જેક્શન, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

અનેક લેભાગુ તત્ત્વોએ ડુપ્લીકેટ ઇન્જેક્શન પણ વેચ્યા હતા. જેને પોલીસે પકડ્યા પણ ખરા. દરમ્યાન કેશોદ પોલીસે 899 રૂપિયાના રેમડેસિવીર ઇન્જેકશનના 20 હજાર રૂપિયા પડાવનાર શખ્સને ઝડપી લીધો હતો.

કેશોદ પોલીસને એક શખ્શ રેમડેસીવીરના કાળાબજાર કરી રહ્યો હોવાની બાતમી મળતાં પોલીસે ડમી ગ્રાહક બની આ શખ્શને ઇન્જેક્શન સાથે અગતરાય રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક બોલાવ્યો હતો. અને તે ત્યાં આવતાંજ તેને દબોચી લઇ તલાશી લેતાં તેની પાસેથી 2 રેમડેસીવીર ઇન્જેક્શન મળી આવ્યાં હતાં. પુછપરછમાં આ શખ્શે પાેતાનું નામ ઉવેશ રફીકભાઇ સોઢા હોવાનું જણાવ્યું હતું. તે રૂ. 899 ની કિંમતના આ ઇન્જેક્શન રૂ. 20 હજારમાં વેચાતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે લાલ આંખ કરતાં તે પોતે અર્બન હેલ્થ વિભાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી હોવાનું પણ જણાવ્યું હતું.

પોલીસે તેની પાસેથી 2 ઇન્જેક્શન, 19,800 ની રોકડ, રૂ. 5000 નો મોબાઇલ એમ મળી કુલ રૂ. 26,598 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે તેની સામે આવશ્યક ચીજવસ્તુ ધારા 7(1)(A)(ll) તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 53 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેશોદ ડીવાયએસપી જે. બી. ગઢવીએ જણાવ્યું કે, કેશોદ અને રાજકોટના એમ 2 દર્દી માટે જે રેમડેસીવીર ઉપયોગમાં લેવાના હતા. એ બન્નેના મોત નિપજ્યા હતા. આથી આરોપીએ આ ઇન્જેક્શન એક ખાનગી હોસ્પિટલનમાં નોકરી કરતી રાવલિયા નામની નર્સ પાસેથી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...