તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કેશોદમાં કિસાન એકતા સમિતીનું ડેપ્યુટી કલેક્ટરને આવેદન અપાયું

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડુતાેએ રાસાયણીક ખાતરમાંં ભાવ વધારાે, બિયારણમાં સબસીડી નાબુદ મુદ્દે રાેષ

કેશાેદ કિસાન એકતા સમિતીના ખેડુત આગેવાનાેએ રાસાયણીક ખાતરમાં ભાવ વધારાના વિરાેધમાં ડે.કલેક્ટરને આવેદન આપ્યું. આવેદનમાં જણાવ્યું છે કે ચુંટણી પહેલાં રાસાયણીક ખાતર બનાવતી કંપનીઓએ ભાવ વધારાે ઝીંકી દીધાે હતાે. ખેડુતાેને આ અંગે અણસાર પણ આવી ગઈ હતી. પરંતુ બન્યું એવું કે ખેડુતાેએ ઉગ્ર વિરાેધ કરતા તેની સીધી જ અસર સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં થાય તે પહેલાં કૃષિમંત્રીએ ખાતરમાં ભાવ વધારાે નથી કરાયાે તેવું જાહેર નિવેદન કર્યું હતું. જેવી ચુંટણી પુરી થઇ અને ખાતર ઉંચા ભાવે બજારમાં આવતાંં ખેડુતામાંં રાેષ જાેવા મળી રહ્યાે છે.

ખેડુતાેએ આક્ષેપ કરતાં જણાવ્યું કે સરકારના મંત્રીઓ ખાેટું નિવેદન આપી પાેતાને અંધારામાં રાખતાં હાેય ખેડુતાે એક સાંધે તાે તેર તુટે તેવી પરિસ્થિતી વચ્ચે ભાવ વધારાે પરત ખેંચવામાં આવેે તેવી માંગ કરી છે. બિયારણ ખરીદીમાં નાબુદ કરાયેલી સબસીડી પરત લાગું કરવામાં આવે તેમજ ખેડુતાેએ લીધેલ લાેનનું 2018-19 અને 2019-20 નું કેન્દ્ર સરકાર 3 ટકા વ્યાજ માફ બેંક ખાતામાં જમા કરવા સમિતીના પ્રમુખ જયદિપભાઇ ડાેેેેડિયા, દાસાભાઇ ખાંભલા, હરિભાઇ મેનપરા, ભરતભાઇ પાેકિયાએ માંગ કરી છે. માંગણીઓ નહી સંતોષાઈ તાે જૂનાગઢ જીલ્લા કિસાન એકતા સમિતિ અને રાષ્ટ્રીય માનવ અધિકાર મંચ ચક્કજામ, રસ્તાં રાેકાે જેવા ઉગ્ર આંદાેલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...