તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાકીય પ્રવૃતિ:કેશોદ કોવિડ કેરમાં અમેરીકાના કડવા પટેલ સમાજે 8 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. પ્રા. શિક્ષકો દ્વારા રૂ. 2,30,311 રોકડા, કેવદ્રા સે. સ. મંડળી તરફથી 1 લાખનો ચેક અર્પણ

કેશોદમાં કોવિડ કેર સેન્ટર શરૂ થયાને 20 દિવસ થયા છે. લોક ભાગીદારીથી શરૂ થયેલા આ સેન્ટરમાંથી અનેક કોરોના દર્દીઓ સાજા થઇ પોતાને ઘેર પરત ફર્યા છે. આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને સારી સારવાર સાથે ચા, કોફી, નાસ્તો, ફ્રૂટ જ્યુસ, હળદરનું દુધ, સાત્વિક ભોજન સહિતની સુવિધા મળી રહે તેવા સતત પ્રયત્ન કરાય છે. ત્યારે આ કેન્દ્રને દાતાઓ તરફથી મબલખ દાન મળી રહ્યું છે.અમેરીકામાં વસતાં પટેલ વિદ્યાર્થી આશ્રમ કેશોદના મેનેજીંગ ટ્રસ્ટી ડો. સી. ડી. લાડાણી તેમજ કડવા પટેલ સમાજ યુએસએ દ્વારા આ કોવિડ કેર સેન્ટરને 8 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટ મળ્યા છે.

આ મશીન સીદસર ખાતેથી કોવિડ સેન્ટરે પહોંચી ગયા છે. ત્યારે હવે જે દર્દીનું ઓક્સિજન લેવલ 90 થી 95 હશે તેને આ મશીન લગાવાતાં હવામાંથી શુદ્ધ મેડીકલ ઓક્સિજન મળશે. જ્યારે જીલ્લા પ્રાથમીક શિક્ષણ સંઘના પ્રમુખ રાજુભાઇ ભેડાની આગેવાની હેઠળ તાલુકાના પ્રાથમીક શિક્ષકો દ્વારા એકત્રીત કરાયેલી રૂ. 2,30,311 ની રોકડ રકમ જીલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય અને તાલુકા શિક્ષણાધિકારી જાદવના હસ્તે કોવિડ કેર સેન્ટરને અર્પણ કરાઇ હતી.

અહીં દર્દીઓ માટે દવાની ખાસ જરૂરિયાત હોઇ કેવદ્રા સેવા સહકારી મંડળી તરફથી દાનપેટે 1 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. સેન્ટરની વ્યવસ્થાની દેખરેખ માટે પટેલ વિદ્યાર્થી આશ્રમના પ્રમુખ જયેશભાઇ લાડાણી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઇ વડાલિયા, મોરીભાઇ, ડો. સ્નેહલ તન્ના, વિરમભાઇ ઓડેદરા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...