કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 194 આંગણવાડી આવેલી છે. જે પૈકી અમુક આંગણવાડીમાં ચોમાસા પહેલાં કરવાની થતી સમારકામની કામગીરી આઇસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. જે અંગે આઇસીડીએસ અધિકારી દ્વારા ટીડીઓ સ્ટાફ દ્વારા એસ્ટિમેન્ટ તૈયાર કરાતુ ન હોવાનું કહી સમારકામ અટકી ગયાનું બહાનું ધરવામાં આવી રહ્યું છે. જેને લઈ આંગણવાડી સંચાલિકા બહેનો અને બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કેશોદ શહેરના ઘટક 1 માં 57 જયારે ઘટક 2 માં 137 આંગણવાડી આવેલી છે.
આ આંગણવાડીના બાંધકામો જુના થતાં તેમાં તીરાડો પડવા લાગી છે. બારી બારણાંઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. તેની જાળવણી કરવા તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવાનું આવતું નથી તેમજ ખુટતી સુવિધાઓ પુરી પાડવા કામગીરી હાથ ધરવાં આવતી નથી. તેવી ફરીયાદ ઉઠવા પામી છે.
તે જોતાં વાસ્તવિક પરિસ્થિતી જાણવાં પ્રયત્ન કરાતાં અમુક આંગણવાડીમાં બારી બારણાં તુટેલાં જોવા મળ્યાં હતાં. તો ક્યાંક પંખા બંધ હાલતમાં હતાં તો વળી ક્યાંક પીવાના પાણીની વ્યવસ્થા ન હતી. તેમજ પાલીકા કે ગ્રામ પંચાયત દ્વારા નિયમિત સાફ સફાઇ કરવામાં ન આવતાં આંગણવાડી ફરતે કચરા ના ઢગલાઓ જોવા મળતાં હતાં.
જો બાંધકામનું સમારકામ કરવામાં ન આવે તો બાળકો ને સાચવવા ક્યાં તે એક મુંજવતો સવાલ છે તેવા સંજોગોમાં આંગણવાડી સંચાલીકા બહેનોએ એવું જણાવ્યું કે અમારી આર્થીક પરિસ્થિતી ન હોવા છતાં આંગણવાડીના અમુક રિપેરીંગ કામ અમે સ્વખર્ચે કરીએ છે તો બીજી તરફ વાલીઓ પોતાના બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી જર્જરિત બાંધકામનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
અધિકારી શું કહે છે ?
આઇસીડીએસ ઘટક 1 ના અધિકારી પ્રવિણાબેને જણાવ્યું કે આંગણવાડી મેઇનટેનન્સ કરવા અમારી પાસે ગ્રાંટ તો છે. પરંતુ ટીડીઓ પાસે એસ્ટિમેન્ટ બનાવવા પુરતો સ્ટાફ ન હોય કામ વિલંબમાં પડ્યું છે. અમે આંગણવાડી સંચાલિકા બહેનોને દર વર્ષે બારી બારણાં રિપેર કરવાં 3000 જેવી રકમ આપીએ છીએ. અઠવાડિયામાં એસ્ટીમેન્ટ બનાવવા બાંહેધરી તા. પં. ઈજનેર પરમારે જણાવ્યું કે તપાસ કરી ICDS ની જરૂરિયાત મુજબ અઠવાડિયામાં એસ્ટીમેન્ટ બનાવી આપશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.