તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:માણેકવાડા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ અને કોરોના ટેસ્ટ કીટ ફાળવો

માણેકવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના સાંસદે ડે.સીએમ નીતિન પટેલને કરી

કેશોદ પંથકના માણેકવાડા ગામે કાર્યરત પેટા આરોગ્ય કેન્દ્રમાં પૂરતી સવલતને લઈ રજૂઆત કરવામાં આવી છે. કોરોના દર્દીઓ ને માણેકવાડા પેટા આરોગ્ય કેન્દ્ર હેઠળ જ સંપૂર્ણ સારવાર મળી રહે તે માટે સરપંચ ભીખુભાઈ સોનારા,ઉપસરપંચ મેરામભાઈ સોનારા અને લોકગાયક ભાવિકદાન ગઢવી,ઉદયભાઈ એ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરી હતી જેથી તેમને નાયબ સીએમ નીતિનભાઈ પટેલને રજુઆત કરી આ ગામમાં બેડની સવલત, પુરતો આરોગ્ય સ્ટાફ અને ટેસ્ટકીટ ફાળવણીને લઈ યોગ્ય કરવાની માંગ કરી હતી. ગામના પ્રશ્નને લઈ તુરંત જ રજૂઆત કરતા લોકોએ સાંસદ રમેશભાઈ તેમજ વિપુલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઓક્સિજનની વ્યવસ્થા પણ જરૂરી
આ ગામમાં બેડની વ્યવસ્થાની સાથે ઓક્સિજનની પણ સવલત કરવામાં આવે તો ગામના દર્દીઓ ને ઘર બેઠા જ સારવાર મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...