તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અગતરાયમાં કોરોનાનાં દર્દીને યોગ્ય સારવાર ન મળતા હોવાનાં આક્ષેપ

કેશોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘરે સારવારનાં બદલે દવાખાનાને મોકલતા પરિવારમાં રોષ જોવા મળ્યો

કેશોદનાં અગતરાયમાં હોમ ક્વોરેન્ટાઇન ર3હેતા દર્દીઓને દવાખાને મોકલતા હોય લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ પીએસસીનો સ્ટાફ સમય સરવાર કરતો ન હોવાનો પર પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. હોમ ક્વોરેન્ટાઇન રહેલા દર્દીઓએ કહ્યું હતું કે, 90 થી 95 ઓકસીઝન રહેતો હોય અને કોરોનાના કોઇ લક્ષણ ન જણાતાં હોય ત્યારે હોમ ક્વોરેન્ટાઇન રહી શકાય. આ અંગે દર્દીના પરીવારે કલેક્ટર સાથે વાત કરતાં તેમણે પણ સહમતી બતાવી હતી. આ ઉપરાંત દર્દીએ આપવામાં આવતો બાટલો પુરો થઇ જતા નળી કાઢવા માટે પીએસસીનાં સ્ટાફને કહ્યું હતું, ત્યારે સ્ટાફે તમેજ નળી કાઢી નાખો તેવો જવાબ આપતા પરિવારમાં નારાજની ફેલાઇ હતી અને આ અંગે સરપંચને જાણ કરી હતી. ત્યારે સરપંચે ડોકટર સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, દર્દીની હાલત ખરાબ હોય તેથી 108 ને બોલાવી લીધી છે, અને તેમાં દર્દીને સરકારી હોસ્પિટલે મોકલી દેવાના છે, આમ થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવતા દર્દીના પરીવારે દર્દીની તબિયત સારી જ છે. બાદ 108 પરત ફરી હતી. આ ઘટના અંગે સરપંચ કહ્યું હતું કે, પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની રોજની 20 ફરીયાદ છે. જોકે ડોકટરે દર્દીને મેડીકલ સ્ટાફ દ્વારા સમયસર સારવાર અપાતી હોવાનો દાવો કર્યો હતો.

દર્દીએ અન્ય રોગ હોય વધુ સારવારની જરૂર હતી
ડો. રસીક ચુડાસમાએ જણાવ્યું કે, દર્દીને અન્ય રોગ હોય અને 90 ઓકસિઝન રહેતો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાની જરૂરિયાત હતી. જેના કારણે 108 બોલાવેલી હતી.પરંતુ દર્દીએ જવાની ના પાડતાં એમ્બ્યુલન્સ પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...