ગડુમાં 1 કલાકમાં દોઢ ઈંચ:અખોદર ગામમાં વીજળી પડી, ઇલેકટ્રીક ઉપકરણો બળીને ખાક

કેશોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠ પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણ પલ્ટાયું, ગાજવીજ છતા મેઘરાજા ન વરસ્યા

સોરઠ પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. જો કે, અમુક જગ્યાએ માત્ર છાંટા પડ્યા હતા. તો અમુક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારે જ ગડુની વાત કરીએ તો એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા મુરઝાતા પાકને જીવનદાન મળ્યું હતું.

જ્યારે કેશોદના અખોદડ ગામે બુધવારની સાંજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. તે સમયે વાડી વિસ્તારમાં રહેતાં દેવાયતભાઈ ગોવિંદભાઈ ધામણચોટિયાના મકાન ઉપર વીજળી ત્રાટકી હતી. અચાનક ધ્રુજારી અને વીજળીના કડાકાનો અવાજ આવતાં પરીવારમાં ભય વ્યાપી ગયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ મકાન અને ઈલેક્ટ્રીક ઉપકરણ બળીને ખાક થઈ ગયા હતા.

હવે વરસાદનું પ્રમાણ વધશે
જાણવા મળતી વિગત મુજબ વરસાદના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અને હવે પછીના દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પણ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...