રજૂઆત:અજાબ મંડળીને 200ની જગ્યાએ માત્ર 50 ટન ખાતર જ ફાળવ્યું !!

કેશોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળુ પાકના વાવેતરના 20 દિવસ, પાયાનું ખાતર ફાળવાે

કેશાેદના અજાબ ગામની સેવા સહકારી મંડળીએ શિયાળુ વાવેતર માટે પાયાના ખાતરનાે પર્યાપ્ત માત્રામાં જથ્થાે ન મળતાં કૃષી મંત્રીને પત્ર લખીને માંગ સંતાેષવા રજૂઆત કરી છે. ચાલું વર્ષે ચાેમાસું સારૂ હાેય 100 ટકા શિયાળું પાકનું વાવેતર થવાનું છે. હાલ વાવેતરની આ સિઝન 20 દિવસ ચાલવાની છે. ત્યારે સરકાર દ્વારા પાયાના ખાતરની ઓછી ફાળવણી કરાય છે. જેમ કે અજાબની સેવા સહકારી મંડળીએ ડીએપી અને 12-32-16 ખાતરની 200 ટનની માંગણી કરી હતી પરંતુ તેમને માત્ર 50 ટન ખાતર ઉપલબ્ધ થયું છે.

અન્ય સમાચારો પણ છે...