તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવાનું દબાણ:પાણીના બોરમાં હવાનું દબાણ : 610 ફૂટ ઉંડેથી સબમર્શીબલ પંપ બહાર ફેંકાયો

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ નજીકના રાણીંગપરા ગામે મોટર બહાર કાઢતી વખતે ઘટના સર્જાઈ

કેશોદના રાણીંગપરા ગામથી મેસવાણ જવાના રસ્તાં નજીક આવેલ કરસનભાઇ ભીમાભાઇ ડાભીના ખેતરમાં પાણીના બોરમાં હવાનું દબાણ સર્જાતાં 610 ફુટ ઉંડેથી ઇલેક્ટ્રીક સબમર્શીબલ પંપ અને પ્લાસ્ટીક કોલમ પાઇપ હવામાં ફંગોળાયા હતાં. જેથી 80 ફુટ કરતાં ઉંચા પાણીના ફુવારા વછુટ્યાં હતાં.

ઘટના સમયે સબમર્સીબલ પંપને ટ્રોલી મારફત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. હજુ તો માંડ 20 ફુટ પાઇપ બહાર કાઢવામાં આવ્યો હશે ત્યાં તો ધડાકાભેર અવાજ સાથે પાઇપ અને સબ.પંપ હવામાં ફંગોળાયા હતાં. અને મોટરને બહાર કાઢવાનું કામ કરતાં શ્રમિકો જીવ બચાવવા દોટ મુંકી ભાગ્યાં હતાં.

હવામાં ફંગોળાયેલા પાઇપ અને પંપ નીચે પડતાં સાેયાબીન અને મગફળીના પાકને નુકશાન થયું હતું. સદનસીબે જાનહાની ટળી હતી. છેલ્લાંં 2 વર્ષમાં આ વિસ્તારમાં પાણીના બોરમાંથી સબમર્શીબલ પંપ બહાર ફેંકાયા હોય અને ફુવારા વછુટયાં હોય તેવી આ બીજ ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...