ફરી ચૂંટણી યોજાશે:ચૂંટણીના 7 માસ બાદ સરોડ ગ્રામ પંચાયત બરખાસ્ત

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત 4 વખત 4 વિરૂદ્ધ 5 થી 22-23 નું બજેટ નામંજૂર કરાતાં વિકાસ કમિશનરે વિર્સજન કરવા પગલું ભર્યું

કેશોદના સરોડ ગ્રા.પં. દ્વારા સતત 4 વખત 4 વિરૂદ્ધ 5 થી 22-23 નું વિકાસલક્ષી બજેટ ના મંજુર કરાતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા 4 વખત તક પણ અપાઈ હતી. જયારે પાંચમી વખત વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા નોટીસ ઇસ્યુ કરાતા વિરોધી સભ્યો દ્વારા બજેટ સર્વાંગી વિકાસ અને લોક ઉપયોગી ન હોય તેવું કહેવાતાં તલાટી મંત્રીએ ઠરાવ કર્યો હતો. જે ટીડીઓને સુપ્રત કરતાં ગાંધીનગર રિપોટીંગ કરાયું હતું જેને લઈ વિકાસ કમિશ્નરે ચૂંટાયેલા વિરોધી જૂથને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળ્યાં હતાં જેમાં ફરી વાઘાં રજૂ કરાતાં ગ્રા. પં. ને બરખાસ્ત કરવા હુકમ કરી દેવામાં આવ્યો છે.

આવનારી બીજા તબક્કાની 20 ગામની ચૂંટણી વખતે સરોડ ગ્રા. પં. ની ચુંટણી ફરી યોજાશે તેવી વિગતો મળી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ સરોડ ગ્રામ પંચાયતની ડિસેમ્બર 2021માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી લઈ વિરોધી જૂથના 5 સભ્યો દ્વારા સતત 4 વખત બજેટ વિકાસલક્ષી ન હોય તેમ કહી વિરોધમાં મતદાન કરતાં નામંજૂર કરાયું હતું.

જો કે અગાઉની ટર્મમાં ગ્રામ પંચાયત દ્વારા ભષ્ટ્રાચાર કરાયો છે તેવો વિરોધી જૂથે ટીડીઓને તપાસ કરવા ફરીયાદ પણ કરી હતી. જે અંગે કાર્યવાહી ન થાય તે પહેલાં ગ્રા.પં. સુપરસીડ થતાં વિરોધી જૂથ ગેલમાં આવી ગયું છે. ત્યારે હવે બીજા તબક્કામાં બાકી રહેલાં 20 ગ્રા. પં. ની ચૂંટણી યોજાવાની છે તેની સાથે સરોડ ગ્રા. પં. ની ચુંટણી યોજાશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. જ્યારે તા.પં. અધિકારીએ સરોડ ગ્રા.પં.ને વિર્સજન કરવા આદેશ કર્યો છે. તેવો હૂકમ થયો છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...