કેશોદના એરપોર્ટ રોડ પર સોમવારના દિવસે બડોદર રહેતાં સીદીકભાઈ વાલાભાઇ સમનાણી બાઇક પર પસાર થતાં બ્રેક લગાવતાં રોડ લીસો હોવાના કારણે બાઈક લપસી હતી જેને લઈ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
અકસ્માત સ્થળ નજીક નજરે જોનારા વેપારીઓએ આરએન્ડબી વિભાગ ઉપર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે 6 મહિના પહેલાં અરજણભાઈ પાનેરા સહિતના આસપાસના રહીશો અને વેપારીઓએ આ રસ્તાને ચેકડ એટલે કે રફ બનાવવા અરજી કરી હતી તેમ છતાં આ કચેરી તરફથી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઈ સ્થાનીકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રોડ ને જે તે વખતે વેપારીઓની ફરીયાદના આધારે રફ કરવાની જરૂરિયાત હતી પરંતુ તેમ નથી થયું અને ગેરંટી પીરીયડ 1 વર્ષનો હોય જે પુરો થયો છે. હવે આ રોડ આરએન્ડબી વિભાગે પાલીકાને સોંપી દીધો છે.
ગેરેન્ટી પિરિયડ પુરો થયો છે: અધિકારી
આ અંગે આર એન્ડ બી ના અધિકારીએ કહ્યું હતું કે એરપોર્ટ રોડનો ગેરંટી પીરીયડ પૂરો થયો છે અને આ રોડ અમારી કચેરીએ નગરપાલીકા ને સોંપી દીધો છે.
છું કહે છે ચીફ ઓફિસર.?
આરએન્ડબી વિભાગે એરપોર્ટ રોડ અમને સોંપેલ છે સોપતી વખતે કરારમાં અધુરી કામગીરી સૉંપનારે પુરી કરવાની થતી હોય છે તેવો ઉલ્લેખ હોય છે. જે તે સમયે વેપારીઓએ કરેલ લીસા રોડની રજૂઆતને રફ કરવાની બાહેંધરી આપનાર કચેરીએ આ કામગીરી કરવાની થતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.