કાર્યવાહી:એક્ટિવા, મોબાઇલ ચોરનારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કેશોદ પોલીસ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 45 હજારનો મુદ્દામાલ કબ્જો મેળવી ચોરવાડ, માંગરોળ પોલીસને જાણ કરી

કેશોદ પોલીસે બાતમી આધારે ચોરવાડ અને માંગરોળથી એક્ટીવા અને મોબાઇલ ચોરી કરનાર એક 18 વર્ષીય યુવકને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.45 હજારોનો મુદ્દામાલ કબ્જે કરી ચોરવાડ અને માંગરોળ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી. પોલીસમાંથી મળતી વિગત મુજબ ભંડુરીના નવા પ્લોટ ગીરીરાજ કોમ્પલેક્ષ પાછળ રહેતો દીપ દિલીપભાઇ ઉકાણીએ ચોરવાડમાંથી સ્કુટર નં. જીજે-32-ડી-5311 અને માંગરોળમાંથી મોબાઇલની ચોરી કરી હતી.

આરોપી કેશોદ તરફ આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી કેશોદના ઇ. પીઆઇ એન.બી. ચૌહાણ, પો.કો. કનકભાઇ બોરિચા, પો.કો. કિરણભાઇ ડાભી સહિતનો સ્ટાફે બસ સ્ટેશનન નજીક આરોપીને ઓળખી લઇ રૂ.30 હજારનું એક્ટીવા અને રૂ.15 હજારની કિંમતનો મોબાઇલ ફોન કબ્જે લઇ આરોપીને પકડી પાડ્યો હતો. જેની ફરિયાદ ખાતે રણજીતભાઇ રાજાભાઇ કાંછેલાએ ચોરવાડ અને માંગરોળ પો.સ્ટેશનમાં નાેંધાયેલી હતી આથી ત્યાંની પોલીસને જાણ કરી તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...