આવેદનપત્ર:કેશોદનાં કોયલાણા પાસે ફોરટ્રેક પર સર્વીસ રોડના અભાવે અકસ્માતો, 7 ગામના આગેવાનોની આંદોલનની ચિમકી

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્ર આપતા 7 ગામનાં આગેવાનો - Divya Bhaskar
આવેદનપત્ર આપતા 7 ગામનાં આગેવાનો
  • નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી, યોગ્ય કરવાની લોકોએ માંગ કરી

કેશોદ પંથકના કોયલાણા- લાઠિયા ગામ નજીક નેશનલ હાઇવે પસાર થાય છે. આ હાઇવે પરથી રેવદ્રા, પાણખાણ સહિતના આસપાસના 7 ગામના લોકોને હાઇવે ક્રોસ કરી પસાર થવું પડે છે. આ ઉપરાંત માંગરોળ પંથકનાં લોકોને પણ અહીથી જ અવરજવર કરવી પડે છે. તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા સર્વિસ રોડ, ઓપન ડિવાઇડર કે ઓવરબ્રીજ આપવામાં આવ્યાં નથી. જેથી અનેક અકસ્માતો સર્જાય રહ્યાં છે.

આ મામલે આસપાસના 7 ગામના આગેવાનોએ ડે. કલેકટર, મામલતદાર મારફત મુખ્યમંત્રીને સંબોધીને આંદોલનની ચીમકી ઉચ્ચારતું આવેદનપત્ર આપ્યું હતું. જેમાં 2015માં હાઇવે ઓથોરીટી દ્વારા રોડ નિર્માણ પામતાં આસપાસના ગામલોકોએ સર્વિસ રોડ, ઓપન ડિવાઈડર અથવા ઓવરબ્રીજ આપવા લેખિત અને મૌખિક માંગ કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ સંતોષકારક પ્રત્યુતર આપવામાં આવ્યો નથી.

તાજેતરમાં આ જગ્યા પર કાર અને બે બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત થતાં પાણાખાણના માજી સરપંચ પતિ સહિત બે વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. જેને લઈને આસપાસના ગામલોકોમાં રોષ જોવા મળ્યો હતો. અને આવેદન આપ્યું હતું. જેમાં નેશનલ હાઇવે દ્વારા અકસ્માત ટાળવા જરૂરી માંગ સંતોષવા લેખિત જવાબ આપવામાં નહીં આવે તો આગામી તા. 15 એપ્રિલે થી આગામી સમયમાં ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અને જરૂર જણાશે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...