ચાલક વિરૂદ્ધ ફરિયાદ:કેશોદનાં મંગલપુર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108 મારફત જૂનાગઢ લઈ જવાયો હતો, સારવારમાં દમ તોડ્યો, ચાલક વિરૂદ્ધ ફરિયાદ

કેશોદના મંગલપુર અને ટીકર રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઈક ચાલકનું મોત નિપજયું હતું. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મદદે દોડી આવી હતી. અને ઈજાગ્રસ્ત યુવકને 108 મારફત પ્રથમ કેશોદ બાદ જુનાગઢ ખસેડવામાં આવ્યો હતાં. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

મૂળ ઘેડ બગસરા અને હાલ પાડોદરના મૃતકના પત્ની કિરણબેન રમેશભાઇ મેરૂભાઇ સગારકા (ઉ.વ.35)એ ફરીયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું કે તેમના પતિ રમેશભાઇ મેરૂભાઇ સગારકા બાઈક લઈ જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યાં કાર ચાલકે તેમની કાર બેફીકરાઇથી પોતાના પતિની બાઈક સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો, અને બાઈક ચાલક ફંગોળાતાં ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઘટનામાં ઇજાગ્રસ્તને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં 108 મારફત સારવાર માટે કેશોદ અને બાદમાં જુનાગઢ લઈ જવાયાં હતાં જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. કાર ચાલક અકસ્માત સર્જી નાશી છુટયો હતો. કેશોદ પોલીસે મૃતકની પત્નિની ફરિયાદ આધારે અજાણ્યાં કારચાલક વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના પગલે પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...