તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશાેદના સાેના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા અનિલભાઇ ઉર્ફે રૂઘાભાઇ ખેરા 20 વર્ષ થી મુંગા પશુ, પક્ષી અને જાનવરાેને પુરતાે ખાેરાક મળી રહે તે માટે રાેજની 2 કલાક ફાળવે છે. જેમાં તેઓ રાેજનું 5 કી.મી. અંતર કાપી પક્ષીઓ અને ખિસકાેલીઓના ખાેરાક માટે તેણે નક્કી કરેલા રેલ્વે સ્ટેશન, ભારત મીલ, ચારચાેક શંકર મંદિર, પાેલીસ ક્વાર્ટર, સરકારી દવાખાનુું, સરકારી ગેસ્ટ હાઉસ, પીડબલ્યુંડી, ચાંદીગઢના પાટિયા જેવા જુદા-જુદા સ્થળો પર આવેલા વૃક્ષાે પર મકાઇના ડાેડા લટકાવે છે.
જેથી ખિસકાેલી અને પાેપટ જેવા પક્ષીઓ શિકારી જાનવરાેનાે ડર રાખ્યા વગર નિરાંતે ચણી સકે જયારે બીજે દીવસે ખાલી થયેલા મકાઇના ડાેડા એળે ન જાય તે માટે તેને રસ્તામાં મળતી ગાયાેને ખવડાવી દે છે. આવી જ રીતે રસ્તામાં નક્કી કરેલી જગ્યાએ તેેઓ કીડીયારૂ પુરૂ પાળે છે અને રસ્તાંં પર રખડતાં કુતરા બિલાડાઓ માટે ગાઠિયા બિસ્કીટ જેવો ખોરાક ખવડાવેે છે. ઉપરાંત સામે મળતાં અથવા નક્કી કરેલી જગ્યાએ રહેલ અસ્થિર મગજના લાેકાે ભુખ્યા ન રહે તે માટે ભાેજન તેમજ શિયાળાની રૂતુંમાં તેમને ઠંડી ન લાગે તે માટે ગરમ ચાદરની વ્યવસ્થા કરી આપે છે.
આમ તેમણે આ સેવાને 20 વર્ષ થી ચાલું રાખી છે જેમાં તેમણે અબાેલ જીવાે માટે રાેજના રૂ.800 થી રૂ.1,000 એટલે કે રૂ.50 લાખ જેવી રકમનાે ખાેરાક ખરિદીને ખવડાવી તેમને જીવંત રાખવા તેમની સેવા કરી છે તેઓ જણાવે છે કે દરરાેજના નિત્યક્રમ પ્રમાણે અબાેલા પશુ, પક્ષી, જાનવર તેમની રાહ જાેવે અને તેમને જાેતાવેંત હરખાઇ જાય તેવાે ભાવ બતાવે છે. આવી જ રીતે તેઓ પાેતે રખડતાં માલઢાેર માટે લીલાે ચારાે તેમજ પક્ષીઓ માટે ચણના માેટા જથ્થાની વ્યવસ્થા રાખે છે. આ કામમાં તેમના ધર્મપત્ની, પુત્ર ભાર્ગવ તેમજ પુત્રવધુ મદદ કરે છે જયારે આમાંથી કાેઇ ગેરહાજર રહે તાે આ સેવાનું કામ અરસપરસ સંભાળી લે છે.
ખેતર ઉધડું રાખી ચારા માટે ગાજર,જુવાર કે મકાઈ વાવે છે
અમારી મુડી કે મિલ્કત કરતાં અબાેલ જીવાેના ખાેરાક માટે વધુ ચિંતીત અનિલભાઇએ જણાવ્યું કે રેઢિયાળ ઢાેર માટે અમે કયારેક તો ખેતર ઉધડું રાખી તેમાં ગાજર, જુવાર કે મકાઇ વાવી ગાયાેને ખવડાવી છીએ જાે ચારાની તાત્કાલીક જરૂર પડે તાે ખેતરમાં ઉભેલાે લીલા ચારાની સીધી ખરિદી કરી લયે છીએ. આ કામમાં અમારાે સાેની સમાજ તેમજ મિત્ર મંડળ વધારાનાે આર્થીક સહયાેગ આપે છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.