તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:5 હજારના પટ્ટા ન કર્યા એટલે સ્પિડબ્રેકરે અકસ્માત થાય છે

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદના માંગરોળ રોડ પર અસંખ્ય વાહન ચાલકો ઘવાયા

કેશોદના માંગરોળ રોડને રીકાર્પેટ કરીને નવો બનવાયો. પણ સ્પીડ બ્રેકર પર સફેદા પટ્ટા ન મારતાં અસંખ્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. કેશાેદની સ્ટેટ માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા માંગરોળ રોડને રીકાર્પેટ કરી નવો બનાવાયો છે. આ રોડ પર તાલુકા સેવા સદન કચેરી આવેલી છે. અને ત્યાં અસંખ્ય અરજદારોની આવનજાવન રહે છે. જેની સુરક્ષાને ધ્યાને લઇ 2 મોટા સ્પીડ બ્રેકર બનાવાયા છે.

પરંતુ તેની ઉપર સફેદ કલરના પટ્ટા લગાવવામાં આવ્યાં નથી. જેના કારણે રાજકોટ થી સાતમ આઠમના તહેવારમાં બાઇક પરથી પસાર થતી વખતે સ્પીડબ્રેકર ન દેખાતાં ધર્મેશભાઇ જેઠવા અને કાજલબેન જેઠવા રોડ પર પટકાયા હતા. તેમને સિવીલ હોસ્પિટલે સારવાર લેવી પડી હતી. આજ રીતે અહીં અસંખ્ય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે. એક સ્પીડબ્રેકર પર સફેદ પટ્ટા બનાવવાનો ખર્ચ 2500 થી 3 હજાર એમ બે સ્પીડબ્રેકરનો ખર્ચ 5 હજાર થાય. આમ 5 હજારના ખર્ચના વાંકે લોકો અકસ્માતનો ભોગ બને છે.

હવે સ્પીડ બ્રેકર પર પહેલાં પટ્ટા
રોડ પર સફેદ પટ્ટા લગાવવાનું કામ ચાલુ છે. પણ અકસ્માતના બનાવ બનતાં સૌપ્રથમ સ્પીડ બ્રેકર પર પટ્ટા લગાવાશે. > દિનેશભાઇ ભાસ્કર, પ.વ.ડી

અન્ય સમાચારો પણ છે...