સરકાર દ્વારા લોકોને પર્યાવરણની જાળવણી માટે પ્રેરણા અપાઈ રહી છે અને તેના માટે જાહેરાત પાછળ કરોડોનો ખર્ચ કરાઈ રહ્યો છે. ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર વાસ્તવિકતા જુદી જ છે. આ મુદ્દે કેશોદના પ્રકૃતિપ્રેમી ગોરધનભાઈ જમનાદાસભાઈ વાછાણીએ પાલિકાની હદમાં આવતાં તેમના સાર્વજનિક પ્લોટમાં 3 વર્ષ પહેલાં 50 જેટલાં વૃક્ષો વાવ્યા હતા. અને તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેમના વૃક્ષોની સરકારી ચોપડામાં નોંધ થાય તો વૃક્ષોનંુ આયુષ્ય લાંબો સમય જળવાઈ રહે અને તે માટે તેમના દ્વારા 1 વર્ષથી સરકારી કચેરીઓ વચ્ચે પત્ર વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
જેમાં તાલુકાની વહીવટી કચેરીઓમાં પત્ર વ્યવહાર કર્યો હતો. જેનો 9 મહિના સુધી જવાબ ન મળતાં તેમણે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પોતાની રજૂઆત મૂંકી હતી આથી મામલતદાર કચેરી દ્વારા પાલિકાને વૃક્ષોની નોંધ કરવા જણાવાયું હતું. પરંતુ પાલિકાએ ખો આપી વૃક્ષોનું ૨જીસ્ટ્રેશન કરવા વનવિભાગને પત્ર લખ્યો હતો. જેને ધ્યાને લઈ વનવિભાગે પ્રત્યુત્તરમાં પાલિકાને સાફ શબ્દોમાં જણાવી દીધું કે આ કામગીરી અમારે કરવાની થતી નથી. આમ આ પત્રનો નિચોડ કાઢતાં કેશોદ પાલીકાએ જ આ વૃક્ષોના નોંધ કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.