ભયનો માહોલ:માંગરોળનાં આજકમાં પાણી વાળતી વેળાએ ખેડૂત ઉપર સાવજનો હુમલો

કેશોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત થતા પ્રથમ માધુપુર બાદમાં કેશોદ સારવારમાં ખસેડાયો

માંગરોળનાં આજકમાં ખેતરમાં પાણી વાળી રહેલા યુવાન પર સાવજે હુમલો કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. માંગરોળનાં આજક ગામનાં ખેડૂત યાકુબભાઈ યુસુફભાઈ બેલીમ વહેલી સવારે પોતાના ખેતરે ઘંઉમાં પાણી વાળી રહ્યાં હતા. ત્યારે સાવજ ચઢી આવ્યો હતો. અને હુમલો કરતા આ ખેડૂતને ઈજા પહોંચી હતી.

આ બનાવની જાણ થતા આ યુવાનને પ્રથમ માધુપુર બાદમાં કેશોદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયો હતો. આ ઘટના અંગે વનવિભાગનાં સ્ટાફને જાણ કરાતા સ્થળ પર પહોંચ્યો હતો. અને હુમલો કરનાર સાવજનું લોકેશન શોધવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવથી ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન્યપ્રાણીઓને જંગલ વિસ્તાર તરફ ખસેડવામાં આવે એવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...